બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજ દ્વારા કરાયેલું આયોજનન
અગ્ર ગુજરાત, રાજકોટ
7 માર્ચ, 2026 ના રોજ બી.કે. મોદી ફાર્મસી કોલેજ – રાજકોટ દ્વારા સરકારી પોલિટેકનિક – રાજકોટના સહયોગથી એન્ટિ-માઇક્રોબીયલ રસિસ્ટન્સ સામેની લડાઈમાં ફાર્માસિસ્ટની ભૂમિકા વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ (GSPC) ના પ્રમુખ ભરત પટેલ, GSPC ના ઉપપ્રમુખ કશ્યપ પટેલ, સૌરાષ્ટ્ર-કચ્છ ડ્રગિસ્ટ અને કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા, રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ તથા GSPC ના ચૂંટાયેલા સભ્ય સત્યેન પટેલ, બી.કે. મોદી ફાર્મસી કોલેજ રાજકોટના પ્રિન્સિપાલ ડો. અશ્વિન દૂધરેજિયા અને સરકારી પોલિટેકનિક રાજકોટના પ્રિન્સિપાલ ડો. આશિત પંડ્યાએ હાજરી આપી હતી.
ડો. અશ્વિન દૂધરેજિયા, મેમ્બર ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા જણાવાયું હતું કે એન્ટિ-માઇક્રોબીયલ રસિસ્ટન્સ (AMR) ત્યારે થાય છે જ્યારે સુક્ષ્મસજીવો (બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવી) તેમને મારવા માટે રચાયેલ એન્ટિમાઇક્રોબીયલ દવાઓનો સામનો કરવા માટે વિકસિત થાય છે, જે પ્રમાણભૂત સારવારને બિનઅસરકારક બનાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર 2019 માં AMR એ સમગ્ર વિશ્વમાં 4.7 મિલિયન મૃત્યુમાં ફાળો આપ્યો હતો. AMR હાલ વિશ્વસ્તરે 70 લાખ લોકો મૃત્યુ નું કારણ છે અને જો આ વિષય ને ગંભીરતાથી લઈને તેને રોકવા પર કામ નહીં કરવામાં આવે તો 2050 સુધીમાં આ આંકડો 1 કરોડ સુધી પહોંચવા ની સંભાવના છે તથા હોસ્પિટલ માં લગતા ઇન્ફેકશન માં દર 6 દર્દી માંથી 1 દર્દી AMR થી મૃત્યુ પામે છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સુપરબગ્સ, ડ્રગ પ્રતિકાર અને ખર્ચાળ ઉપચારના મુદ્દાઓ મુખ્યત્વે AMR સાથે સંકળાયેલા છે. વૈશ્વિક સ્તરે, છ મૃત્યુમાંથી એક મૃત્યુ AMR -સાથે સંકળાયેલું છે. આ કાર્યક્રમ એ AMR વિશે જાગૃતિ ફેલાવવા તરફ એક પહેલું પગલું હતું. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાની મન કી બાત માં સમગ્ર દેશજનો નું ધ્યાન AMR ની સંભવિત આફત પર દોર્યું હતું.
એન્ટી માઇક્રોબીયલ રેજિસ્ટન્ટ ના આ અવેરનેસ સેમીનાર નું સફળ અને પ્રભાવી કો-ઓર્ડિનેશન બી. કે. મોદી સરકારી ફાર્મસી કોલેજના વ્યાખ્યાતા, ડો. રમેશ પરમાર અને સંચાલન આ કોલેજના સહ. પ્રાધ્યાપક, ડો. નીલેશ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બી. કે. મોદી સરકારી ફાર્મસી કોલેજના તમામ પ્રાધ્યાપકો, ટીચીંગ અને નોન-ટીચીંગ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.


