- ‘મોગલ છેડતા તારો નાગ’ ગીત મુદ્દે હાઇકોર્ટમાં અરજી
- હાલ યુ-ટ્યુબ પરથી ગીત હટાવવા HCની સૂચના
- સરકાર અને શિવ સ્ટુડિયોને ગીત હટાવવા સૂચના
હજી એક ગુજરાતી ગીતના કોપી રાઇટના વિવાદનો મુદ્દો શાંત થયો છે. આ વચ્ચે હવે વધુ એક ગુજરાતી ગીતના કોપી રાઇટ મુદ્દે વિવાદ સામે આવ્યો છે. જેમાં અરજદારે ફરિયાદ કરી છે કે, મોગલ છેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા આપાભાઈ ગઢવીએ લખ્યું છે. તેને કંપોઝ પણ તેમને કર્યું છે. આથી વારસાઈની દ્રષ્ટિએ તેમનો આ ગીત ઉપર હક્ક છે. આ ગીત હેમંત ચૌહાણ અને કિર્તીદાન ગઢવી ગાઇ ચૂક્યા છે.
શું છે સમગ્ર વિવાદ
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટ કોર્ટમાં નરહરભાઈ ગઢવી દ્વારા શિવ સ્ટુડિયોના માલિક ભાવિન ખખર સામે કોપીરાઇટ એકટના ભંગને લઈને દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શીવ સ્ટુડિયો તરફથી જણાવાયુ હતું કે આ ગીત ધાર્મિક ગીત છે. 1993 થી તે ગવાતું આવ્યું છે. કેટલાય કલાકારો તે ગીત ગાઈ ચૂક્યા છે. તેમની સામે કોઈ કેસ કરાયો નથી. અરજદાર પાસે ગીતના અધિકારોને લઈને કોઈ કાગળીયા નથી.
શીવ સ્ટુડિયોને સૂચના આપવામાં આવી
જ્યારે અરજદારની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. તેમાં યુ-ટ્યુબ પર ગીત પર રોક લગાવવા માંગ કરી હતી. જેના પર આખે હાલ યુ-ટ્યુબ પરથી ગીત હટાવવા હાઇકોર્ટ તરફથી સૂચના આપવામાં આવી છે. તેમજ સરકાર અને શીવ સ્ટુડિયોને ગીત હટાવવા સૂચના કરી છે.
અરજદારે કોર્ટને જણાવ્યું હતુ કે અરજદારના પિતા ગુજરાતી ધાર્મિક ભજનો લખતા હતા. જેમનું અનેક સંસ્થાઓ બહુમાન કરી ચૂકી છે. 60 વર્ષ સુધી કોપીરાઇટ તેના માલિક પાસે રહે છે. શિવ સ્ટુડિયોને તે ગીત પ્રસારીત કરવાની મંજૂરી આપી શકાય નહિ. રાજકોટ કોર્ટે અરજદારની અરજી માન્ય રાખીને શીવ્ સ્ટુડીયોને આ ગીતની રજૂઆત કરતા રોકવા હુકમ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટનો આદેશ
આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે તેઓનો સ્ટુડિયો છે. જે ગીતો રેકોર્ડ અને પબ્લીશ કરે છે. મૂળ લેખક 1994 માં ગુજરી ગયા હતા. આ ગીત પબ્લિક ડોમેનમાં છે. આ ગીત યુ ટ્યુબ ઉપરથી હટાવી લેવાયુ છે. જો કે હાઇકોર્ટે રાજકોટ કોર્ટના હુકમને યથાવત રાખ્યો હતો.


