રાજકોટ જિલ્લાના અગ્રણી સેવાભાવી ઉદ્યોગપતિ અને લાંબા સમયથી સામાજિક સમરસતા ઝુંબેશ માટે સક્રિય જગદીશભાઈ કોટડીયાની ગુજરાત પ્રદેશ ભાજપ ઉદ્યોગસેલના કનવીનર તરીકે નિમણૂંક કરવામાં આવતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની ઔદ્યોગિક આલમમાં આનંદની લાગણી ફેલાયેલ છે. શ્રી જગદીશભાઈ કોટડીયા સૌરાષ્ટ્ર અને રાજકોટનાં ઉદ્યોગજતમાં લોકપ્રિય અને સન્માનનીય માન મોભો ધરાવે છે. રાજ બેંક, રાજકોટનાં ચેરમેન તરીકે બેંકની પ્રગતિ અને ઉદ્યોગકારોના વિકાસમાં બેંકની ચાવીરૂપ ભૂમિકા પ્રસંશનીય બનેલ. ફાલ્કન ગ્રુપ અનેક ઉદ્યોગ ગૃહોના સફળ સંચાલન સાથે જગદીશભાઈએ અનેક યુવા ઉદ્યોગપતિઓને માર્ગદર્શકરૂપ બનવામાં કયારેય પાછી પાની કરેલ નથી.ઉદ્યોગપતિ, દાતા, સમાજસેવખ તરીકે ઉમિયાધામ સિદસર, ખોડલધામ, વિશ્રવ ઉમિયા ફાઉન્ડેશન, સરદારધામ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) જેવી અનેક સંસ્થાઓમાં સેવાના ભેખધારી વ્યક્તિ તરીકે પણ દરેક સમાજોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)નાં સંસ્કારોથી સિચિત જગદીશભાઈ કોટડીયાએ પાર્ટીનાં વિકાસ અને વિચારધારાના પ્રચાર પ્રસાર માટે હંમેશા સક્રિય ભૂમિકા નિભાવેલ છે. ઉદ્યોગ સેલના કન્વીનર તરીકે જગદીશભાઈની આગવી સુઝ, દૂરંદેશી સ્વભાવને કારણે સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગ જગતના વિકાસના નવા દ્વારો ખોલવામાં ઉપયોગી સાબિત થશે. ‘ડબલ એન્જિન’ સરકારમાં ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હરણપાળ ભરી રહેલ છે. તાજેતરમાં જ ‘વાઈબ્રન્ટ સમિટ’ની ભવ્ય સફળતાથી ઉદ્યોગ જગતમાં અનેક નવી સંભાવનાઓ ઉભી થયેલ છે. આ સંભાવનાઓને સફળતામાં પરીવર્તીત કરવામાં જગદીશભાઈ કોટડીયાને ઉત્સાહ અને આવડત પાયારૂપ સ્થાન ઉભુ કરશે.યોગ્ય સ્થાન પર યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સી.આર.પાટીલ અને સમગ્ર સંગઠનને પણ આ સફળતાનો શ્રેય સાંપડશે. ઉદ્યોગજતનાં આગેવાનો અને યુવા ઉદ્યોગકારો તેમજ વિવિધ સમાજ,સંસ્થાના આગેવાનો દ્વારા શ્રી જગદીશભાઈ કોટડીયાને (9898011606) શુભકામનાઓ પાઠવવામાં આવી રહેલ છે.