- એસીબીએ વધુ એક સરકારી અધિકારીને લાંચ લેતા ઝડપ્યો
- રૂપિયા 7000ની આ અધિકારીએ લીધી હતી લાંચ
- અધિકારીએ લાંચ લેવાની વાતનો કર્યો સ્વીકાર
એસીબીની ટ્રેપમાં વધુ એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેડ કલાર્ક વર્ગ -3 તરીકે ફરજ બજાવતા યશવંતભાઈ મોકમભાઈ પટેલને રૂપિયા 7000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
ACBના છટકામાં ભરાઈ ગયો આરોપી
વાત જાણે એમ છે કે ફરિયાદી લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતો હતો અને નોકરીમાંથી કોઈ કારણસર રાજીનામું આપેલું હતું, ત્યારે ફરિયાદીના જાહેર રજાના બિલ બનાવવાના અવેજ પેટે આરોપીએ રૂપિયા 7000 માગ્યા હતા. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હતા અને તેમને તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ એસીબીએ આરોપીને પકડવા માટે છટકુ ગોઠવ્યું અને આ છટકામાં ફરિયાદી બરાબર ભરાઈ ગયો અને ગુનાની કબૂલાત કરી.


