રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયe લોકોમાં રૂપિયા અંગે જાગૃતિ ફેલાવવા માટે વારંવાર સર્ક્યુલર જાહેર કરી રહ્યાછે. ઘણીવાર તે નકલી અને અસલી નોટ વચ્ચેનો તફાવત સમજાવવા માટે પણ નોટિસ બહાર પાડે છે. આ વખતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સિક્કાઓ અંગે મહત્વનો સર્ક્યુલર જાહેર કર્યો છે. હકીકતમાં 1 રૂપિયા, 2 રૂપિયા અને 50 પૈસાના સિક્કાઓને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે. મોટાભાગના લોકોને લાગે છે કે આ સિક્કા હવે ચલણમાં નથી.
લોકોમાં સિક્કાઓ અંગે કન્ફ્યુઝન
તમે પણ અનુભવ્યું હશે જ્યારે તમે શાકભાજીની દુકાન અથવા ગ્રોસરી શોપ પર જાઓ છો, ત્યારે તેઓ ઘણી વખત “છૂટ્ટા રૂપિયા નથી લેતા”. ખાસ કરીને જો તમે 1 રૂપિયાનો નાનો સિક્કો આપો તો ઘણા વેપારીઓ તેને સ્વીકારતા નથી. તમે પણ સાંભળ્યું હશે કે “આ સિક્કો નથી ચાલતો.” હકીકતમાં તેમની ભૂલ પણ નથી.આ પ્રકારની અફવા આખા બજારમાં ફેલાઈ ગઈ છે.
RBIએ દૂર કર્યો ભ્રમ
કેન્દ્રીય બેંક RBIએ આ અંગે સર્ક્યુલર જારી કરીને સિક્કાઓ વિશે ફેલાઈ રહેલી ગેરસમજ દૂર કરી છે. RBIએ જણાવ્યું છે કે સિક્કાઓ અંગે ફેલાતી કોઈપણ ભ્રાંતિ કે અફવામાં વિશ્વાસ ન કરો. બધા સિક્કા વેલિડ કરન્સી છે.એટલે કે તે હજુ પણ ચલણમાં છે.
RBIએ સ્પષ્ટ કર્યું છે કે 50 પૈસા, 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયાના સિક્કા…બધા સિક્કા માન્ય ચલણમાં આવે છે. રિઝર્વ બેંકે પોતાના સંદેશમાં જણાવ્યું કે સિક્કાઓના પ્રચલન, ડિઝાઇન અને લીગલ ટેન્ડર વિશે કોઈ શંકા ન રાખવી. જો તમે અલગ અલગ ડિઝાઇનના સિક્કા જોઈને કન્ફ્યુઝ થાઓ છો, તો તે પણ દૂર કરી લો. RBIએ સ્પષ્ટ કર્યું છે કે એક જ મૂલ્યના સિક્કાઓ અલગ–અલગ ડિઝાઇનમાં હોઈ શકે છે અને બધા માન્ય છે.
ઘણાં સિક્કા ભેગા થઈ જાય તો શું કરવું?
જો લોકો સિક્કા સ્વીકારતા ન હોય અને તમારા પાસે ઘણાં સિક્કા એકત્ર થઈ ગયા હોય તો તમે તમારા નજીકના બેંકમાં જઈને તેને જમા કરી શકો છો અથવા તેની બદલે નોટ મેળવી શકો છો.


