આ શ્રમિકો પ્રોજેક્ટ સાઇટ પર કામ કરવા માટે જઇ રહ્યા હતા. આ અકસ્માત હાયલાંગ-ચગલાધામ માર્ગ પાસે થયો હતો.
માત્ર એક વ્યક્તિ જ બચ્યો
તમામ શ્રમિકો તિનસુકિયા જિલ્લાના ગેલાપુખુરી ચા બગીચાના રહેવાસી હતા. આ શ્રમિકો કોન્ટ્રક્ટ પર કામ કરી રહ્યા હતા. હાયલાંગ-ચગલાધામ માર્ગ પાસે થયેલા અકસ્માતમાં 22 શ્રમિકોના મોત થય હતા. જે બાદ પોલીસ કાર્યવાહી શરુ કરાઇ હતી. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મેટેંગલિયાંગ પાસે ટ્રક ખીણમાં ખાબક્યો હતો. આ સ્થળે ઉતાર-ચઢાવ અને ઉંડાણવાળી ખીણ વધુ હોવાથી અહીં અકસ્માત થતા હોય છે.
મૃતકોની કરાઇ ઓળખાણ
મૃતકોમાં બુધેશ્વર દીપ, રાહુલ કુમાર, સમીર દીપ, જોન કુમાર, પંકજ માંકી, અજય માંકી વગેરેની ઓળખાણ કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને તેમની જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ ટ્રકને ખીણમાંથી બહાર કાઢવાનું કામ કરવામાં આવ્યુ હતુ. અને મૃતકોને પણ બહાર કઢાયા હતા. હમણા સુધી 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ, જિલ્લા તંત્ર, SDRF અને સેનાની ટીમે ઓપરેશન હાથ ધર્યુ છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ છે મોતનો રસ્તો
આ વિસ્તાર મુશ્કેલીથી ભરેલો ભૌગોલિક માર્ગ છે. ઇન્ડો-ચાઇના સરહદ સાથે જોડાયેલા માર્ગ પ્રોજેક્ટ પર કામ કરવા માટે આ શ્રમિકો કાર્ય સ્થળે જઇ રહયા હતા. આ માર્ગ મુશ્કેલીઓથી ભરેલો છે. કારણ કે, વરસાદની ઋતુમાં અહીં ભેખડ ધસી પડવી, ભૂસ્ખ્લન થવુ વગેરે જેવી દુર્ઘટના થતી રહે છે.
આ પણ વાંચોઃ Russia Ukraine top in Cyber Crime: સાયબર છેતરપિંડીમાં કેવી રીતે આગળ વધ્યુ રશિયા, જાણો કયા છે કારણો ?


