- મુખ્તાર અંસારીની મુશ્કેલીમાં વધારો
- કોલસા વ્યવસામાં ધમકી આપવા મામલે કોર્ટે સાબિત કર્યા દોષિત
- MP-MLA કોર્ટે સાડા 5 વર્ષની સજા સંભળાવી
બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની મુશ્કેલીમાં ઓછુ થવાનું નામ નથી લઇ રહી. કોલસા વ્યવસાયમાં ભાઇને ધમકી આપવા મામલે મુખ્તાર અંસારીએ કોર્ટે દોષિત સાબિત કર્યા છે. વારાણસીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ/MP-MLA કોર્ટમાં સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે.
ધમકી આપવાના કેસમાં અંસારી દોષિત છે જાહેર
મહત્વનું છે કે આજે MP/MLA કોર્ટે કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાની હત્યાના સાક્ષી મહાવીર પ્રસાદ રૂંગટાને ધમકી આપવાના કેસમાં માફિયા મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. અને તેને સાડા પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. મુખ્તાર અંસારીના વકીલ શ્રીનાથ ત્રિપાઠીએ કહ્યું કે તેઓ કોર્ટના આ નિર્ણય સામે અપીલ કરશે. આ કેસમાં છેલ્લી સુનાવણી 5 ડિસેમ્બરે થઈ હતી, જેમાં ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (I) અને MP-MLA કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર ઉજ્જવલ ઉપાધ્યાયે 15 ડિસેમ્બરે નિર્ણયની તારીખ નક્કી કરી હતી.
મામલો 26 વર્ષ જૂનો
કેસ મુજબ ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાહર નગરમાં રહેતા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાનું 22 જાન્યુઆરી 1997ના રોજ અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. જે બાદ મુખ્તાર અંસારી અને તેના સાગરિત અતાઉર રહમાન ઉર્ફ સિકંદર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.
શું ધમકી આપવામાં આવી?
5 નવેમ્બર 1997ની સાંજે, નંદ કિશોર રૂંગટાના ભાઈ મહાવીર પ્રસાદ રૂંગટાને લેન્ડલાઈન પર ધમકી આપવામાં આવી હતી કે અપહરણ કેસમાં પોલીસ અથવા સીબીઆઈમાં ફરિયાદ ન કરે, નહીં તો સમગ્ર પરિવારને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. . આ અંગે ભેલુપુર પોલીસ સ્ટેશનમાં 1 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો.


