જાન્યુઆરીમાં કરેલી અરજીઓ પ્રાંતમાં પેન્ડીંગ : યોગ્ય કરવા ધારાશાસ્ત્રીની કલેકટરને રજુઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારોમાં મિલ્કત ની તબદીલી માટે થઈ જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરીની જરૂર હોય છે. ત્યારે રાજ્ય સરકારના નોટિફિકેશન મા સમાવવામાં આવેલ વિસ્તારમાં આવી મંજૂરી લેવી ફરજિયાત છે. પરંતુ નોટિફિકેશનની અસમંજસ ના કારણે હાલ લોકો ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
વોર્ડ નંબર ૨માં હાલ નવા નોટિફિકેશનથી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ થી અશાંતધારા ની મુદતમાં વધારો કરવામાં આવેલો છે. જેમાં અમુક સર્વે નંબર કે સીટી સર્વે વોર્ડ નંબર નો ઉલ્લેખ કે સમાવેશ નવા પરિપત્રમાં કરવામાં આવેલ ન હોય. જેમાં મોચી નગર કો. ઓ. હા. સો. તેમજ રૈયાના રે. સર્વે નંબર ની અન્ય મિલ્કતોનો સમાવેશ થાય છે. જેથી અહીં આ બાબતની અસ્પષ્ટતા ના કારણે આ વિસ્તારના ઘણા બધા લોકોના હિત ને નુકસાન જાય તેમ છે જેના કારણે સમાન ધર્મ ધરાવતા લોકોના અનેક પૂર્વ મંજુરી માટે ની અરજીઓ તારીખ ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ થી આજ દિન સુધી રાજકોટ કલેક્ટરના તાંબાની પ્રાંત કચેરી સમક્ષ રજુ થયેલી હોય. તેમજ સોદા થયેલા પડયા હોય. સમય મર્યાદા અને વ્યવહારના અવેજની રકમ આપવા લેવા માટે ની મુદ્દત પૂર્ણ થવા પર હોય. સોદા રદ જવાના કારણના લીધે લોકો નું આર્થિક નુકશાન જાય તેમ હોય. તેથી આવા તમામ સમાન ધર્મ ધરાવતા લોકોને દસ્તાવેજ કરવા માટે એક સાથે દસ્તાવેજ કરવા માટે મંજૂરી આપવા હુકમ કરી આપવા લેખીત રજૂઆત કરવામાં આવેલ. તેમજ સબંધિત સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ અને લગત કચેરીને આ બાબતે સૂચિત કરવા જણાવવામાં આવેલ.
અહીં જોવામાં આવેતો લોકો ના હિત ને મોટા ભાગે નુકસાન થાય તેમ છે તેથી મુદ્દાની ગંભીરતા ને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. તેવી માંગ ઝાકીર આઈ આગરીયા દ્વારા કરવામાં આવી રહી છે.


