- પાકિસ્તાન જાસૂસી એજન્સી માટે કરતો કામ
- ભારતીય ચલણ અને સીમકાર્ડ મોકલનારની ધરપકડ
- એજન્સી માટે આર્મીના જવાન, અધિકારીના ફોન કરતો ટેપ
ગુજરાતના આણંદથી પાકિસ્તાન જાસૂસની ATSએ ધરપકડ કરી છે. જેમાં પાકિસ્તાન જાસૂસી એજન્સી માટે કામ કરતો વ્યક્તિ ઝડપાયો છે. જાસૂસ ભારતીય ચલણ અને સીમકાર્ડ પણ પાકિસ્તાન મોકલતો હતો. તેમજ એજન્સી માટે આર્મીના જવાન, અધિકારીના ફોન ટેપ કરતો હતો.
આર્મીના અધિકારીને VIP નંબર આપવાના બહાને ફોન હેક કરતો
આણંદથી પાકિસ્તાન જાસૂસ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી છે. લાભશંકર મહેશ્વરી પાકિસ્તાન જાસૂસી એજન્સી માટે કામ કરતો હતો. આર્મીના અધિકારીને VIP નંબર આપવાના બહાને ફોન હેક કરતો હતો. તેમજ આર્મી અધિકારીઓના ફોન હેક કરી ગુપ્ત માહિતી મેળતો હતો. તથા અલગ અલગ પ્લેટફોર્મથી પાકિસ્તાનથી રૂપિયા આવ્યા હતા. લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની છે. તે છેલ્લા કેટલાક સમયથી આણંદમાં રહેતો હતો.
પાકિસ્તાની એજન્સીને આ જાસૂસ તમામ મદદ કરતો
હર ઘર તિરંગાની આડમાં એપ ઈન્સ્ટોલ કરાવતો હતો. તેમજ પાકિસ્તાની એજન્સીને OTP પાસ કરતો હતો. તેમજ ભારતીય વોટ્સએપ નંબર મેળવવામાં મદદ કરતો હતો. તથા પાકિસ્તાની એજન્સીને આ જાસૂસ તમામ મદદ કરતો હતો.