- દાદરા નગર હવેલીના સેલવાસમાં બની ઘટના
- બે શખ્સોએ TMB બેંકનું ATM તોડવાનો કર્યો પ્રયાસ
- થોડા દિવસ અગાઉ આમલી વિસ્તામાં બની ઘટના
રાજ્યમાં દિવસે દિવસે ગુનાની ઘટનાઓ વધી રહી છે. દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. જો કે પોલીસ પણ હવે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનેગારના ચોરી કરવાના ઇરાદાને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે વલસાડમાં ધોળે દિવસે ATM તોડવાનો પ્રયાસ થયો છે.
ધોળે દિવસે એટીએમ મશીન તોડવાના પ્રયાસનો વીડિયો વાયરલ
દાદરા નગર હવેલીના સેલવાસમાં ઘટના બની છે. તેમાં બે શખ્સોએ TMB બેંકનું ATM તોડવાનો પ્રયાસ કર્યો છે. થોડા દિવસ અગાઉ આમલી વિસ્તામાં ઘટના બની હતી. તેમાં સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. ધોળે દિવસે એટીએમ મશીન તોડવાના પ્રયાસનો વીડિયો વાયરલ થયો છે.
કેમેરા સામે જોતા જોતા ATM તોડવાનો પ્રયાસ
થોડા દિવસ અગાઉ દાદરા નગર હવેલીના સેલવાસમાં ઘટના બની હતી. તેમાં આમલી વિસ્તારની TMB બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો. ધોળે દિવસે બે લબર મૂછીયાઓ બિન્દાસ રીતે એટીએમ મશીન તોડવા ઘૂસ્યા હતા. જેમાં સીસીટીવી કેમેરા સામે જોતા જોતા ATM તોડવાના પ્રયાસ કરતા કેમેરામાં કેદ થયા છે. થોડા દિવસ અગાઉ બનેલી ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. ત્યારે સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી છે.
અગાઉ સાણંદ પોલીસે ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો
અગાઉ સાણંદ પોલીસે ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. ચોર ચોરી કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. ચોર ATM મશીનને કટર વડે તોડી ચોરીનો પ્રયાસ કરતો હતો. જો કે પોલીસને જાણ થતા જ કટરથી ATM મશીન તોડે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો. સાણંદ પોલીસે પ્રશાંત ચોક્સી નામના આરોપીની ધરપકડ કરી હતી.