પત્રકાર પરિષદમાં રાજકોટ કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા
રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રંગીલા રાજકોટ તથા સૌરાષ્ટ્રને ઈરાદાપૂર્વક રણમેદાનમાં ફેરવી અને મતદારોને ભાજપ તરફનો રોષ ખાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
રેસકોર્ષ ચોકમાં આવેલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આમ આદમી પગભર થાય,સશકત થાય, ભ્રષ્ટાચારમાં પીસાતો બંધ થાય, મંદી બેરોજગારીના ભરડામાંથી મુક્ત થઈ સ્વાભિમાનથી જીવે તેના માટે સતત પ્રયાસ કરીશ. તેમજ વધુમા એમ પણ જણાવ્યું હતું કે ક્ષત્રિય બહેનો ઉપર અકારણ ટીપ્પણી કરી સૌરાષ્ટ્રને વર્ગવિગ્રહની આગમાં રોકવાનો પ્રયાસ પુરુષોત્તમ રૂપાલા નો પૂર્વયોજિત હતો. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રના મતદારો ભાજપની માનસિકતા સમજી લે અને મતદાન કરે ભાજપે સર્વાંગી વિકાસ ની વ્યાખ્યા બદલી નાખી છે અને રોડ રસ્તા ગટર પુલ પાણી ની સુવિધાઓ સમિત કરી દીધી છે. જન જન નો માનસિક શારીરિક આર્થિક શૈક્ષણિક વિકાસ થાય તેને સર્વાંગી વિકાસ કહેવાય છે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામાંકન ફરવા જઈ રહેલા ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.
આ પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, નિદત બારોટ, પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા જશવંતસિંહ ભટ્ટી,વશરામ સાગઠીયા તથા આમ આદમી પાર્ટીના શીવલાલ બારસીયા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


