જોશ હેઝલવુડ ઈજાને કારણે એશિઝની પહેલી બે ટેસ્ટ રમી શક્યો નહીં. એવી આશા હતી કે તે ત્રીજી મેચ માટે ફિટ થઈ જશે, પરંતુ રિહેબ દરમિયાન તેને ફરીથી હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો. ઓસ્ટ્રેલિયાએ હવે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે આખી એશિઝ સીરિઝમાંથી બહાર છે. જોકે, તે ફક્ત ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સમાચાર નથી. પેટ કમિન્સ રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે અને ત્રીજી એશિઝ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.
જોશ હેઝલવુડ ઈજાને કારણે સીરિઝમાંથી બહાર
જોશ હેઝલવુડને એશિઝ પહેલા એક ઘરેલુ ટુર્નામેન્ટમાં રમતી વખતે ઈજા થઈ હતી. એવી આશા હતી કે તે એશિઝ દરમિયાન વાપસી કરશે. તેણે રિહેબ શરૂ કર્યું, પરંતુ તેને ફરી એકવાર હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો. કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે જોશ આખી એશિઝ સીરિઝમાંથી બહાર છે. હેઝલવુડ હવે T20 વર્લ્ડ કપ પહેલા વાપસી પર ધ્યાન કેન્દ્રિત કરશે. એન્ડ્રુ મેકડોનાલ્ડે કહ્યું, જોશ માટે આ ખૂબ જ નિરાશાજનક છે. અમને ઘણી બધી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે જેની અમને અપેક્ષા નહોતી. અમને લાગતું હતું કે તે સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવશે. જોકે, અમને ખૂબ જ ખરાબ લાગે છે કે તેને તક નહીં મળે.
પેટ કમિન્સની ટીમમાં થઈ વાપસી
જોશ હેઝલવુડ આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.પરંતુ પેટ કમિન્સ સંપૂર્ણપણે ફિટ છે.તે આવતા અઠવાડિયે શરૂ થનારી એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે.કમિન્સ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા છે અને રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યા છે.પાંચ મહિના પછી,કમિન્સ ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ તેમના વિના અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.અને તેમની પાસેથી ફરીથી આવા જ પરિણામોની અપેક્ષા રાખવામાં આવશે.ઓસ્ટ્રેલિયા પાસે 2-0થી સીરિઝની લીડ છે, અને કમિન્સ આગામી મેચ જીતીને સીરિઝ નામે કરવાનો પ્રયાસ કરશે


