ઓસ્ટ્રેલિયાના પીએમે વધુમાં કહ્યુ હતુ કે, આતંકીઓનું કનેક્શન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના જીવ લેવાયા છે.
ઇસ્લામિક સ્ટેટના મળ્યા ઝંડા
સિડનીના બોન્ડી બીચ પર જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો છે. તે માનવતા વિરુદ્ધનું કાર્ય છે. આ ઘટનાને લઇને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કટ્ટરપંથી વિચારધારા જોવા મળી હતી. આ વિચારાધારાના કારણે દુનિયામાં મોટા ભાગના દેશોમાં આતંકી હુમલાઓ કરવામાં આવ્યા છે. પોલીસે જ્યારે ઘટના સ્થળની તપાસ કરી ત્યારે પોલીસને હુમલાખોરોના કાર પાસેથી ઇસ્લામિક સ્ટેટના ઝંડા મળ્યા હતા.
કટ્ટરપંથી વિચારધારા ગંભીર સમસ્યા
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝે કહ્યુ હતુ કે, ISISથી પ્રેરાઇને આ આતંકી હુમલો કરવામાં આવ્યા છે. આ વિકૃત વિચારની તરફ સંકેત આપે છે. પીએમ એન્થની અલ્બનીઝે વધુમાં કહ્યુ હતુ કે, ઇસ્લામના નામે ફેલાવવામાં આવી રહેલી આ વિચારધારા દુનિયા માટે ગંભીર સમસ્યા છે. પીએમ એન્થની અલ્બનીઝે સ્પષ્ટ કર્યુ હતુ કે, ISIS ખતરનાક અને ખરાબ વિચારધારાથી પેદા થયેલું આતંકી સંગઠન છે.
બોન્ડી બીચ આતંકી હુમલા પાછળ ISIS?
ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસની કમિશ્નર ક્રિસી બૈરેટે બોન્ડીમાં થયેલી ઘટનાને યહુદી ઓસ્ટ્રેલિયાવાસીઓ વિરુદ્ધ એક નિર્દય હુમલો ગણવામાં આવ્યો હતો. કમિશ્નર બૈરેટ બપોરેમાં પ્રેસ કોન્ફ્રેસમાં સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, હુમલાખોરોનો હેતુ માત્રને માત્ર વધુ લોકોને જીવથી મારી નાંખવાનો હતો. ઓસ્ટ્રેલિયાના પીએમે અહમદ અલ અહમદ સાથે હૉસ્પિટલમાં મુલાકાત કરી હતી. અહમદ એ વ્યક્તિ છે જેણે હુમલાખોર પાસેથી બંદુક છીનવી હતી. અન પોતે ઘાયલ થયા હતા. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝે અહમદ અલ અહમદને હિરો તરીકે બિરદાવ્યા છે.
આ પણ વાંચોઃ Pakistan News: પાકિસ્તાન સરકારની Imran Khan વિરુદ્ધ 5 મોટી કાર્યવાહી, જાણો શું ચાલી રહી છે તૈયારી?


