- બાબા વેંગાના નામે જાણીતા વૈશ્વિક ભવિષ્યવેતા બુલ્ગારિયન દેશના વતની હતા
- બાબા વેંગાએ વર્ષ-5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે
- કૅન્સરની રસી, પ્રિન્સેસ ડાયનાનું મોત, કોરોના, 9-11 હુમલાની આગાહીઓ કરી ચુક્યા છે
બાબા વેંગા દુનિયાની જાણીતી ભવિષ્યવેતાઓ પૈકી એક હતા. જે બુલ્ગારિયામાં રહેતા હતા. તેમનો જન્મ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાની બંને આંખોની રોશની ચાલી ગઈ હતી. બાબા વેંગાએ ઓગસ્ટ 1996માં મૃત્યુ પામ્યાં હતાં. પોતાની મોત અગાઉ તેમને વર્ષ-5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી હતી.
બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચુકી છે. બાબાએ અમેરિકામાં થયેલા 9-11ના આતંકવાદી હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મોત, બ્રેક્ઝિટ જેવી અનેક ભવિષ્યવાણીઓ પહેલા જ કરી દીધી હતી.
બાબા વેંગાએ વર્ષ-2024 માટે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. આમાંની જો એકપણ ભવિષ્યવાણી સાચી સાબિત થશે તો સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જશે. બાબા વેંગાના અનુસાર વર્ષ-2024માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યા થઈ શકે છે. આ કાવતરામાં કોઈ અન્ય નહિ પરંતુ તેઓના દેશના લોકો સામેલ થઈ શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ-2024માં કૅન્સરની સાથે ઘણી અસાધ્ય બીમારીઓની સારવાર મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઘણા વૈજ્ઞાનિકો જલ્દી જ કૅન્સરની રસી શોધી લેવાનો દાવો કરી રહ્યા છે.
બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે સંકળાયેલી છે. બાબા અનુસાર વર્ષ-2024માં સમગ્ર વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે. બાબા વેંગા અનુસાર વર્ષ-2024માં દેશના સૌથી મોટા દેશ જૈવિક હથિયારનું ટેસ્ટ કરી શકે છે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી ખરેખર ખતરનાક છે. બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી પણ આપી છે. તેમના અનુસાર વર્ષ-2024માં સમગ્ર વિશ્વમાં હવામાન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે.


