- પૂરતો તડકો ન લેવો
- શરીરમાં પોષક તત્વોની ખામી હોવી
- શારીરિક કસરતનો અભાવ હોવો
કહેવાય છે કે પહેલું સુખ નિરોગી કાયા…જો તમારું શરીર સ્વસ્થ નથી તો તમે દુનિયાના અનેક ભૌતિક સુખથી વિહિન બની જાઓ છો. શરીરની ફિટનેસ માટે હાડકા મજબૂત રહે તે જરૂરી છે. લાઈફસ્ટાઈલ અને કેટલીક આદતોના કારણે તમે હાડકા નબળા કરી દેતા હોવ છો. તેના કારણે હાડકામાં દર્દ અને ફરવા-હરવામાં તકલીફનો સામનો કરવો પડે છે. જો તમે 3 આદતોથી દૂર રહેશો તો તમે હાડકાંની તકલીફથી બચી જશો.
આ આદતો ખરાબ કરી દે છે તમારા હાડકા
પૂરતો તડકો ન લેવો
હાડકાંની મજબૂતી માટે શરીરને સૂરજનો તડકો મળી રહે તે જરૂરી રહે છે. તેનાથી બોડીને વિટામિન ડી મળે છે. લોકો પરસેવો, કાળા થવું કે ગરમીના ડરથી તડકામાં નીકળવાનું ટાળે છે. તેમની આ આદતના કારણે તેમને હાડકાંના દર્દનો સામનો કરવો પડી શકે છે.
પોષક તત્વોની ખામી
હાડકાંને ફિટ રાખવા માટે શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળી રહે તે જરૂરી છે. કેલ્શિયમને માટે રોજ દૂધ પીવું, સાથે કેલ્શિયમ આપતા જંક ફૂડ્સનું સેવન કરવું. જે ઘરમાં ભોજનમાં પોષક તત્વોની ખામી રહે છે તેઓએ હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો વધારે કરવો પડે છે.
શારીરિક કસરત ન કરવી
શરીરના હાડકાં યોગ્ય રીતે કામ કરતી રહે છે તેને માટે તમારે નિયમિત રીતે શારીરિક કસરત કરવાનું જરૂરી બને છે. આમ કરવાથી હાડકાંમાં લચીલાપણું કાયમ રહે છે અને તે યોગ્ય રીતે કામ કરતી રહે છે. જ્યારે ફિઝિકલ ફિટનેસથી દૂર રહેનારા માટે હાડકાં નબળા બની જાય છે અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.