શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લગાવાથી તે ચૂંટણી લડી શકશે નહીં.
જનમત સંગ્રહ પણ હાથ ધરાશે
બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. એ જ દિવસે જુલાઇ ચાર્ટરને લાગૂ કરવા માટે જનમત સંગ્રહ કરાશે. 12 ફેબ્રુઆરીના રોજ સવારે 7-30 કલાકથી લઇને સાંજના 4-30 કલાક સુધી મતદાન કરવામાં આવશે. આ વખતે મતદાન કરવા માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. કારણે કે આ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનું છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગ ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહી. કારણ કે, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની ચૂંટણીના શેડ્યુલ
29 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો દાખલ કરી શકાશે
30 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રોની તપાસ કરાશે
4 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રોની નિયુક્તિ કરાશે
18 જાન્યુઆરી સુધી અપીલ માટે કાર્યક્રમ હાથ ધરાશે
20 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ
21 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ ચિહ્ન આપશે
12 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાશે
13 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
મુખ્ય મુકાબલો કોની વચ્ચે ?
ચૂંટણીનું મતપત્ર સફેદ અને જનમત સંગ્રહનું મતપત્ર ગુલાબી રહેશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે 56 પાર્ટીઓ ચૂંટણીમાં સામેલ થશે. મુખ્ય મુકાબલો બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે BNP અને નેશનલ સિટીઝન પાર્ટી એટલે કે NCP વચ્ચે યોજાવાનો છે.
આ પણ વાંચોઃ 64 આતંકી સંગઠન યુવાઓને કેવી રીતે બનાવે છે નિશાન, શું છે તેનું લક્ષ્ય?, જાણો


