- ભારત -બાંગ્લાદેશ કોન્સ્યુલર સંવાદથી બંને દેશના સંબંધોમાં સુધારો આવશે
- બંને પક્ષોએ દિલ્હીમાં સંધી, વેપાર, પ્રત્યાર્પણ અંગે ચર્ચા કરી
- ભારત -બાંગ્લાદેશ વચ્ચે ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર દ્વીપક્ષીય ચર્ચા કરવામાં આવી
ભારત-બાંગ્લાદેશ કોન્સ્યુલર ડાયલોગ્સમાં વીઝા અને પ્રત્યાર્પણ જેવા મુદ્દાઓ પર વ્યાપક વાતચીત થઈ છે. ત્યારબાદ આ મુદ્દાઓ પર બંને દેશની વચ્ચે પેદા થતી તમામ વિસંગતતા દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
આગામી સમયમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં આનાથી વધુ મધુરતા આવવાની આશા કરાઈ રહી છે. બંને દેશ બુધવારે ઘણા મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરી અને વીઝા, પરસ્પર કાયદા તેમજ પ્રત્યાર્પણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી.
નાગરિકોની અવર-જવર પર વિશેષ ચર્ચા
બંને પક્ષે દિલ્હીમાં ભારત-બાંગ્લાદેશ કોન્સ્યુલર સંવાદના ચોથા તબક્કાની મુલાકાત અને બંને દેશની જનતા વચ્ચે વિનિમયને વધારવા પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોન્યુલર સંબંધી મુદ્દા, વીઝા મામલા, દેશ પ્રત્યાર્પણ, એમએલએટી એટલે કે, પરસ્પર કાનૂની સહાયતા સંધિ અને પ્રત્યાર્પણની બાબતો વગેરે પર સંકલન અને સહકારને મજબૂત કરવા માટેની પદ્ધતિઓ પર વિસ્તૃત ચર્ચા કરી. નિવેદન અનુસાર, “બંને પક્ષો બંને દેશોના નાગરિકોની અવરજવરને વધુ મજબૂત કરવા માટે સંમત થયા હતા.”
ભારત-બાંગ્લાદેશ કોન્સ્લુલર ડાયલોગ્સ શું છે
ભારત-બાંગ્લાદેશ કોન્સ્લુર સંવાદ વહીવટી તંત્રની સ્થાપના વર્ષ-2017માં કરવામાં આવી હતી. આનો હેતુ કોન્સ્લુયર, વીઝા અને પરસ્પર કાયદાની મદદ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચાને નિયમિત માધ્યમ રાખી લોકોની વચ્ચે સંપર્ક વધુ મજબૂત કરવાનું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બંને દેશના લોકો વચ્ચે વિનિયમને પ્રોત્સાહન આપવા કટિબદ્ધતા દોહરાવી અને પરસ્પર રીતે સુવિધાજનક સમયે ઢાકામાં ચર્ચા માટે આગામી સમયે આયોજન પર સહમતી દર્શાવાઈ છે.


