પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથે જોડાયેલા મહ્તવના સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશે ભારત પાસે માગ કરતા કહ્યુ કે શેખ હસીનાને તેમને સોંપી દેવામાં આવે. મહત્વનુ છે કે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી ચૂક્યા છે. એવામાં જોવાનું એ રહેશે કે ભારત તેનો જવાબલ બાંગ્લાદેશને શું આપે છે?
શું છે આખો મામલો?
બાંગ્લાદેશની ન્યાયિક ટ્રિબ્યુનલ દ્વારા સંભળાવવામાં આવેલી સજા બાદ એક વખત ફરી બાંગ્લાદેશે ભારત સામે એક માગ રાખી છે. શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેવામાં આવે. આના માટે બાંગ્લાદેશમા મહોમ્મદ યુનુસની અંતરિમ સરકારે નવી દિલ્હીને એક ઓફિશિયલ લેટર મોકલ્યો છે. જેમાં દેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. આ લેટરને સાર્વજનિક નથી કરવામાં આવ્યુ.
હસીનાને ફાંસી આપવાની માગને લઇને રસ્તા પર ઉતર્યા લોકો
રવિવારે સમાચાર સામે આવ્યા હતા કે બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર અદાલતનો નિર્ણય આવ્યા બાદ હજારો પ્રદર્શન કારી હસીના વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા અને તેમને ફાંસી આપવાની માગ કરી હતી.આ દરમિયાન ઢાંકા સિવાય અન્ય જગ્યા પર પણ પ્રદર્શન થયુ.
17 નવેમ્બરે ફાંસીની સજા સંભળાવવામાં આવી
આપને જણાવી દઇએ કે હસીનાને 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા કથિત હત્યાકાંડ માટે 17 નવેમ્બરે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રાયબ્યુનલ (ICT) એ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુજ્ઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધ ગુનાઓ માટે આ સજા આપી હતી.
હસીના વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ દરમિયાન લોકોએ “હસીનાને ફાંસી આપો”, “ભારત પરથી પ્રત્યર્પિત કરો” અને “ન્યાય સુનિશ્ચિત કરો” જેવા નારા લગાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશમાં હસીનાને ભારતમાંથી પ્રત્યાર્પણ કરવાની માંગ તેજ બની છે. બાંગ્લાદેશમાં વિરોધી રાજકીય પક્ષો આ માંગને તેથી પણ વધુ બળપૂર્વક આગળ વધી રહ્યા છે કારણ કે 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણી થવાની છે. અંતર શાસનના વડા મહોમ્મદ યુનુસે ફેબ્રુઆરી 2026માં ચૂંટણી કરાવવાનો વાયદો કર્યો છે.


