- • બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમમાં સુધારાની માંગ તીવ્ર બની
- છેલ્લા ઘણા સમયથી અનામતને લઈ વિરોધ પ્રદર્શન હિંસક થયા જેમાં કુલ 32 લોકોનાં મોત થયા
- તોફાની ટોળાએ સરકારી ચેનલની ઓફિસમાં તોડફોડ કરી વાહનોને આગને હવાલે કરી દીધા હતા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથામાં ફેરફાર કરવાની માંગ ઉગ્ર બનતી જઈ રહી છે. જો કે આને લઈ આખા દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આખું બાંગ્લાદેશ અનામતની આગમાં ભડકે બળી રહ્યું છે. બાંગ્લાદેશ અત્યારે ખરાબ રીતે સળગી રહ્યું છે ક્યાંક હિંસક ઝપાઝપી તો કયાંક આગચંપીના બનાવો બની રહ્યા છે. આની પાછળ અનામતની આગ જવાબદાર છે. અનામતને લઈ થયેલા વિરોધ પ્રદર્શન બાદ કુલ 32 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આમ છતાં હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી.
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ દેશની સરકારી ટીવી ચેનલમાં તોડફોડ કરી ઘેરાબંધી કરી હતી આ ઉપરાંત ટેલિવિઝન કચેરીના આગળના ભાગને સંપૂર્ણ તોડફોડ કરી નાશ કર્યો હતો. આ સિવા. ત્યાં રહેલા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. તોફાની ટોળાને કાબૂ કરવા તંત્રએ આખરે લાઠીચાર્જ અને ગોળીબારનો સહારો લેવો પડવાની નોબત આવી હતી. જો કે હિંસા વધુ ન ફેલાય તે માટે આખા વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન શેખ હસીનાએ શાંતિ જાળવવા સૌને અપીલ કરી છે.
અનામત પર શા માટે બબાલ થઈ ?
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં કુલ 56 ટકા અનામતની વ્યવસ્થા છે. આમાં 30 ટકા અનામત વર્ષ-1971 યુદ્ધમાં બાંગ્લાદેશની આઝાદી માટે લડેલા સ્વાતંત્ર્ય સેનાઓના બાળકો અને પરિવાર માટે 10 ટકા, વહીવટી જિલ્લા માટે 10 ટકા, મહિલાઓ માટે 5 ટકા, લઘુમતીઓ માટે પાંચ આ ઉપરાંત દિવ્યાંગજનો માટે એક ટકા સરકારી નોકરીમાં અનામતની પ્રથા અમલમાં છે.
વડાપ્રધાન શેખ હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાને વખોડી
બાંગ્લાદેશના ડાપ્રધાન હસીનાએ ગુરુવારે રાત્રે વિરોધીઓની “હત્યા”ની ટીકા કરી અને પ્રતિજ્ઞા લીધી કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે.
ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
બાંગ્લાદેશની સ્થિતિને જોતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને ભારતીય લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓને સાવધાની વર્તવાનું કહેવાયું છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને પોતાના રૂમમાંથી બહાર નહીં જવાની સલાહ આપી છે. ઉપરાંત કહેવાયું છે કે ભારતીય હાઈ કમિશનરના સંપર્કમાં રહે. વળી ઈમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.


