- બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામત પ્રથા વિરુદ્ધ હિંસક પ્રદર્શન
- ઢાકાના બહારના વિસ્તારમાં વિદ્યાર્થી કાર્યકરો પર લાઠી, પથ્થર અને ચપ્પુથી હુમલો કરાયો
- વિરોધ પ્રદર્શનને લઈ ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા સમાપ્ત કરવાની માંગને લઈને ગત ચાર દિવસથી હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અનામત વિરોધી આ પ્રદર્શનમાં છ લોકોનાં જીવ પણ હોમાઈ ગયા છે. આ ઉપરાંત સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રદર્શનકારીઓએ આજે બાંગ્લાદેશમાં બંધનું એલાન આપ્યું છે.
અનામત પ્રથા એવો મુદ્દો છે જેને લઈ ભારતમાં સતત આવું વિરોધ પ્રદર્શન થતું રહે છે. ભારતથી નીકળી આ મુદ્દો હવે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પહોંચી ગયું છે. પરંતુ સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશના લોકો અનામતના વિરોધમાં માર્ગો પર ઉતરી પડયા છે.
બાંગ્લાદેશમાં અનામત વ્યવસ્થા
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં કુલ 56 ટકા અનામતની વ્યવસ્થા છે. આમાં 30 ટકા અનામત વર્ષ-1971 યુદ્ધમાં બાંગ્લાદેશની આઝાદી માટે લડેલા સ્વાતંત્ર્ય સેનાઓના બાળકો અને પરિવાર માટે 10 ટકા, વહીવટી જિલ્લા માટે 10 ટકા, મહિલાઓ માટે 5 ટકા, લઘુમતીઓ માટે પાંચ આ ઉપરાંત દિવ્યાંગજનો માટે એક ટકા સરકારી નોકરીમાં અનામતની પ્રથા અમલમાં છે.
સત્તાપક્ષ સાથે સંકળાયેલ વિદ્યાર્થી સંગઠન પર આરોપ
બાંગ્લાદેશના માર્ગો પર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાતા સ્થિતિ તંગ થઈ હતી. જેથી સોમવારે રાજધાની ઢાકા અને તેની બહારના વિસ્તારોમાં શાંતિથી પ્રદર્શન દરમિયાન સત્તાપક્ષા વિદ્યાર્થી કાર્યકરોએ લાઠી, પથ્થરો અને ચપ્પાથી હુમલા કર્યા હતા.
ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
બાંગ્લાદેશની સ્થિતિને જોતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને ભારતીય લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓને સાવધાની વર્તવાનું કહેવાયું છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને પોતાના રૂમમાંથી બહાર નહીં જવાની સલાહ આપી છે. ઉપરાંત કહેવાયું છે કે ભારતીય હાઈ કમિશનરના સંપર્કમાં રહે. વળી ઈમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશનું હિંસાનું પાકિસ્તાન કનેક્શન
વર્ષ-1971માં જ્યારે બાંગ્લાદેશ રચાયું તો પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ લડનારા મુક્તિયોદ્ધા કહેવાયા. આ મુક્તિયોદ્ધાઓ વિરુદ્ધ વાતાવરણ બનાવવા પાકિસ્તાન ફંડિંગ કરતું રહ્યું છે. બાંગ્લાદેશમાં ચાલુ પ્રદર્શન આ મુક્તિયોદ્ધાઓને અપાતું 30 ટકા અનામત વિરુદ્ધ થઈ રહ્યું છે. આ ઉપરાંત બાંગ્લાદેશનું વિપક્ષ આઈએસઆઈના સંપર્કમાં છે.
સુપ્રીમની રોક છતાં વિરોધ પ્રદર્શન યથાવત્
ચાર ઑક્ટોબર 2018ના રોજ બાંગ્લાદેશમાં આ અનામત પ્રથાને બરતરફ કરી દેવામાં આવી હતી. પરંતુ આશકે એક મહિના પહેલા પાંચમી જૂને બાંગ્લાદેશની હાઈકોર્ટે 30 ટકા અનામત કોટાને બહાલ કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ આને લઈ ફરીથી વિરોધ થવા લાગ્યો જો કે ગત અઠવાડિયે ત્યાંની સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર રોક મૂકી દીધી છતાં ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન યથાવત્ છે.
વડાપ્રધાન શેખ હસીનાની અપીલ
બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું કે આ હિંસક વિરોધ પ્રદર્શનની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે. તેમને વિદ્યાર્થીઓને અપીલ કરી કે અસામાજિક તત્વોને સ્થિતોનો ફાયદો ઉઠાવા ન આપો. તેમને વધુમાં નિવેદન આપતા કહ્યું કે અમારા વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને તેઓ નિરાશ નહિ થાય.


