ભારતીય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઈ સામાન્ય રીતે ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે.
તાજેતરના કિસ્સામાં, એવું સામે આવી રહ્યું છે કે બોર્ડ આગામી એકથી બે દિવસમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી શકે છે. T20 વર્લ્ડકપ જીત્યા પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનારા વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વિશે એવા અહેવાલો હતા કે તેમને A પ્લસ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી શકાય છે. પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ, BCCI A પ્લસ ગ્રેડમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે મોટી અપડેટ
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આગામી એકથી બે દિવસમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત થઈ શકે છે. સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ પ્લસ કેટેગરીમાં કોઈ ફેરફાર કરવા જઈ રહ્યું નથી. હાલમાં, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ A પ્લસ ગ્રેડમાં થાય છે. સૂત્રએ જણાવ્યું હતું કે નવા કોન્ટ્રાક્ટ અંગેના બધા નામો લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
શ્રેયસ ઐયર ફરશે પરત
સૂત્રના જણાવ્યા મુજબ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શ્રેયસ ઐયરનું વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઐયરનું પ્રદર્શન અદ્ભુત હતું. તેને શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા. આ સાથે, તાજેતરના સમયમાં ઘરેલુ ક્રિકેટમાં ઐયરનું બેટ પણ ઘણું બોલ્યું છે. પરંતુ ઈશાન કિશન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી કરવી મુશ્કેલ લાગે છે. ગયા વખતે, ઈશાન અને ઐયર બંનેને ઘરેલુ ક્રિકેટમાં ભાગ ન લેવાને કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
ઈંગ્લેન્ડ પ્રવાસ પછી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ?
મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ પ્રવાસ પછી, ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઔપચારિક રીતે કરવામાં આવશે. IPL પછી, ભારતીય ટીમ 20 જૂનથી શરૂ થતી પાંચ ટેસ્ટ સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 અભિયાનની શરૂઆત કરવા માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.


