ભારતમાં આજે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. વજન ઉતારવા ફિટનેસ કેમ્પ, ફિટનેસ ગુરુ અને ક્રશ ડાયટ તેમજ જીમનો સહારો લે છે. તો કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વજન ઉતારવાની ટિપ્સને અનુસરે છે. વજન ઉતારવા અનેક ગુરુઓ જુદી-જુદી ટીપ્સ આપે છે. જેમાં સૌથી સામાન્ય ગરમ પાણી પીવાની છે. ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેટની જીદ્દી ચરબી ઘટશે. પરંતુ શું ખરેખર આ વાત સાચી છે. શું ગરમ પાણી પેટની ચરબી ઘટાડે છે. ગરમ પાણીને લઈને કરાવામાં આવેલ રિસર્ચમાં સામે આવી હકીકત.
ગરમ પાણી મુદ્દે શું કહે છે સંશોધન
શરીર માટે પાણી ખૂબ જરૂરી છે. ફક્ત તરસ છીપાવવા માટે જ નહીં, પરંતુ આપણા શરીરની યોગ્ય કામગીરી અને રોગ અટકાવવા માટે પણ પાણી મહત્વપૂર્ણ છે. જયારે ગરમ પાણી વજન ઘટાડવાનો અકસીર ઇલાજ હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું. રિસર્ચમાં હકીકત સામે આવી કે ગરમ પાણી પીવાથી શરીરને પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં અને હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદ મળે છે.
પેટ સંબંધિત સમસ્યામાં મળે છે રાહત
ભોજન બાદ પીવાતું હૂંફાળુ ગરમ પાણી શરીરમાં પાચનક્રિયાને વેગ આપે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમ પાણી પીવાથી ચયાપચય વધે છે, અને ભોજન પહેલાં 500 મિલી પાણી પીવાથી ચયાપચય દર લગભગ 30 ટકા વધી શકે છે. ગરમ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યામાં રાહત મળે છે. ભોજન બાદ પીવાતા ગરમ પાણીના કારણે ગેસ થતો નથી. અને પેટનું ફૂલવું તેમજ અપચા જેવી સમસ્યામાં દૂર થાય છે.
ગરમ પાણીનું સેવન રામબાણ ઇલાજ
ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન થોડું વધે છે. આને સંતુલિત કરવા માટે, શરીર વધારાની ઉર્જા ખર્ચ કરે છે, જે ચયાપચયને સક્રિય કરે છે. ગરમ પાણી શરીરની ચરબીને તોડવામાં અને તેને નાના અણુઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે, જેનાથી પાચનતંત્ર તેને વધુ સરળતાથી બાળી શકે છે. ભોજનના અડધા કલાક પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, જેનાથી કેલરીનું સેવન ઓછું થાય છે. આમ, પેટની ચરબી દૂર કરી વજન ઘટાડવામાં ગરમ પાણીનું સેવન રામબાણ ઇલાજ કહી શકાય.


