સુંદર ચિત્રો અને આલેખન સાથે નવા પાઠ્યપુસ્તકની પહેલી ઝલક
રાજ્ય સરકાર દ્વારા ગીતા જયંતીનાં દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ધો. 6 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલ ગીતાનો અભ્યાસક્રમ જાહેર કર્યો હતો. જે પુસ્તકનું શિક્ષણ મંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં ગીતાનાં સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે.
રાજય પાઠય પુસ્તક બોર્ડ દ્વારા અત્યારથી સુધી વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ શું છે? તેની ખાસ કોઈ ખબર ન હતી અને આવનારી પેઢીને ભગવત ગીતા શું છે? તેની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે ગીતા જયંતીના દિવસે પાઠ્ય પુસ્તકનુ વિમોચન રાજયના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વર્ષથી અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવત ગીતાનો ઉપદેશ આપે છે તે ચિત્ર સાથે બાળકોને સમજાય તે રીતની બુક છાપવામાં આવી છે અને રાજકોટની કેટલીક શાળાઓમાં આ બુક આવી પણ ગઈ છે. શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના કહેવા પ્રમાણે રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા હજુ સુધી કોઈ ગાઈડ લાઈન આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા નવી શિક્ષણ નિતીને ધ્યાનમાં રાખીને ધો.6 થી 8 ના ગુજરાતી તથા હિન્દી વિષયમાં નવા અભ્યાસક્રમમાં ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરી, ગ્રામ્ય વિસતારની શાળામાં પાઠ્ય પુસ્તક પહોંચ્યા
રાજયના પાઠય પુસ્તક મંડળ દ્વારા ધો.6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં આવેલ તમામ પ્રાયમરી શાળાઓમાં પાઠય પુસ્તક પહોંચાડી દેવામા આવ્યુ છે અને આ પાઠય પુસ્તક બાળકોને પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે.
ગીતાના અભ્યાસક્રમથી બાળકોને ફાયદો થશે
જીવનમાં બાળકો હતાશ અને નિરાશ ન થાય તે માટે ભગવત ગીતાનો ઉપદેશ ખુબજ પ્રેરણાદાયી છે કારણ કે જ્યારે મહાભારતના યુધ્ધમાં જ્યારે અર્જુન હતાશ થઈ ગયેલ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો હતો. અને અર્જુન લડવા માટે તૈયાર થયેલ આમ બાળકોના સર્વાંગી વિકાસમાં આ ભગવત ગીતાનો અભ્યાસક્રમ ખુબ જ ઉપયોગી થશે તેવું શાળાના શિક્ષકોનુ કહેવું


