અંકલેશ્વર શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રવિવારે લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.સ્વાસ્થ્યની ઋતુ તરીકે ઓળખાતા શિયાળાનો ફાયદો ઉઠાવવા મોર્નિંગ વોકર્સ વહેલી સવારે જાહેર માર્ગો ઉપર અને ગાર્ડનમાં રનિંગ અને વોકિૅંગ કરતા નજરે પડી રહ્યા છે.
અંકલેશ્વર શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે ભરૂચના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આજરોજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા પવનોના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડયા હતા. હવામાન વિભાગ અનુસાર તાપમાન હજુ નીચે જશે.
https://sandesh.com/maru-saher-maru-gaam


