- યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી
- નવ તાલુકામાં અને ચાર પાલિકા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવશે
- જિલ્લા કક્ષાનો યોગ દિન ઉજવણી અંગે બેઠક યોજાઈ હતી.
તા.21મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે, તા.21 મી જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, સ્વંમ અને સમાજ માટે યોગની થીમ સાથે ભરૂચ જિલ્લામાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તે સાથે નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. આ ઉપરાંત કોલેજ, આ ઉપરાંત કોલેજ, જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વધુમાં વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે જણાવ્યુ હતુ તે સાથે 16 જુનથી તા.20 જુન દરમ્યાન પ્રિ-ઈવેન્ટ તાલીમ સાથે યોગ દિવસની તૈયારી ચાલુ થઈ છે.
રાજય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યુ છે. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારિરીક સ્વાસ્થય પ્રત્યે જાગૃકતા વધે તે માટે જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે અને તેમા વધુમાં વધુ લોકો જોડાય, યોગના દૈનિક જીવનનો ભાગ બનાવવા જાગૃત બને તેવો અનુરોધ કલેકટરએ કર્યો હતો. જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની સહભાગિતા તેમજ આબાલવૃધ્ધ નાગરિકો, સંસ્થાઓ, જાહેર કર્મચારીઓ પણ જોડાય એ પ્રકારનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતુ.


