રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાનનો ભરૂચ નર્મદા ઉપનગરના અરૂણોદય વિસ્તારમાં ઘર ઘર સંપર્ક અભિયાનનો સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ઝાડેશ્વર સ્થિત અંબાલાલ પાર્ક સોસાયટીમાં આવેલા કેદારનાથ મહાદેવના મંદિર દર્શન કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાન થકી પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સંતો અને સ્વયંસેવકો દ્વારા પંચ પરિવર્તનના પ્રકલ્પના ઉદ્દેશો અંગે લોકોને માહીતી આપવામાં આવી રહી છે. ઝાડેશ્વરના અરૂણોદય વસ્તી વિસ્તારમાં અંદાજીત 110 જેટલી સોસાયટી આવેલી છે. જેમાં જઈને સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ રહેલો છે. પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેના સામાજીક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી રહી છે. આ અભિયાન સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


