- પ્રથમ દિવસે આંગણવાડી, બાલમંદિરમાં કુલ 2998 બાળકોનું નામાંકન
- જિલ્લાની 11 શાળામાં બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવામાં આવી
- ભરૂચ જિલ્લામાં પ્રથમ દિવસે 149 જેટલા મહાનુભાવો દ્વારા 279 ગામોની મુલાકાત લેવામાં આવી હતી.
પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખયમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શાળા શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને વેગ આપવા વર્ષ 2003થી શરૂ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લાની 324 પ્રાથમિક અને 60 માધ્યમિક શાળાઓ મળી કુલ 384 શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તા.26ના પ્રથમ દિવસે આંગણવાડી, બાલમંદિરમાં કુમાર 1550, કન્યા 1448 મળી કુલ 2998 બાળકોનું નામાંકન થયુ છે જયારે બાલવાટિકામાં 1940 કુમાર, 2038 કન્યા મળી કુલ 3978 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.ધો.1 માં પ્રથમ દિવસે કુમાર 318, કન્યા 328 મળી કુલ 646 નવા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જયારે 10 કુમાર અને 15 કન્યા મળી કુલ 25 બાળકોને ધો.1 માં પુનઃ પ્રવેશ અપાયો છે. જયારે 13 કુમાર અને 08 કન્યા મળી કુલ 21 દિવ્યાંગ બાળકોનું ધો.1 માં નામાકંન કરવામાં આવ્યુ છે. આ સાથે ધો.9 માં કુલ 5215 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં 2816 કુમાર અને 2399 કન્યાનો સમાવેશ થાય છે. જયારે ધો.10 માંથી 11 પ્રવેશ પામેલ બાળકોમાં કુમાર 1061 અને કન્યા 1305 મળી કુલ 2366 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે જિલ્લાની 11 શાળાઓમાં બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ ઉજવણી અંતર્ગત દાન અને મળેલ લોકસહકારની વાત કરીએ તો શાળાઓને વિવિધ સુવિધાઓ માટે રૂા.2,51,516 રોકડ સ્વરૂપે અને વસ્તુ સ્વરૂપે રૂા.46,37,190 મળી કુલ રૂા.48,88,708 નું દાનરૂપ લોકફાળો મળ્યો છે.
શાળા પ્રવેશોત્સ્વ ગુજરાતની આગવી પહેલ છે શાળા પ્રવેશોત્સવથી શિક્ષણક્ષેત્રે ઘણા સુધારા વધારા થયા છે. શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં અધિકારીઓથી માંડી મુખ્યમંત્રી સુધીના મહાનુભાવો બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. જે બાળકોની ઉજ્જવ કારકિર્દી માટે એક પ્રેરણાદાયી પગથિયુ સાબિત થયુ છે. સુવિધાયુકત કલાસરૂમ, મધ્યાહન ભોજન, એકમ કસોટી, અઠવાડિક ટેસ્ટ વગેરે પ્રવૃત્તિઓને લીધે બાળકોની ગુણવત્તા સુધરી છે.


