- મહામુસીબતે મહિલાના પગને બહાર કઢાયો
- જે માટે જાળીના સળીયા માંડ પહોળા થતા આખરે મહિલાનો પગ બહાર આવ્યો હતો.
- મહિલાનો પગ માર્ગ પરની જાળીમાં ફસાતાં ભારે પ્રયાસો બાદ મહિલાનો પગ બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી
ભરૂચ કલેકટર કચેરી સંકુલમાં પ્રવેશ કરવા જતી એક વૃદ્ધ મહિલાનો પગ માર્ગ પરની જાળીમાં ફસાતાં ભારે પ્રયાસો બાદ મહિલાનો પગ બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
આજે વહેલી સવારે ભરૂચ કોર્ટ સંકુલમાં જવાના માર્ગમાં કલેકટર કચેરીમાં કોઈ કામ અર્થે આવેલ આ મહિલાનો પગ ફસાતા જ તેને અસહ્ય વેદના થવાની શરૂઆત થઈ ગઈ હતી. ઉપસ્થિત સમાજ સેવકો અને અન્ય લોકોએ મહિલાનો પગ કાઢવા માટે સહિયારો પ્રયાસ કર્યો હતો. જે માટે જાળીના સળીયા માંડ પહોળા થતા આખરે મહિલાનો પગ બહાર આવ્યો હતો. સંકુલમાં જવાના રસ્તા પર આવી જોખમી જાળીના પગલે મહીલાનો પગ ફસાયો હોવાની ઘટના બની છે ત્યારે હવે અન્ય કોઈ નાગરિકના પગ ન ફસાય તે માટે તાત્કાલીક ધોરણે જાળી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.


