- રાજપીપળા પેટા વિભાગ કચેરીમાં યોજાયેલી મિટિંગ
- નવા વર્ષની ખેતીવાડીની તમામ કામગીરી કરવા આહ્વાન કરાયું
- ખાતેદાર અકસ્માત વીમા યોજના વિશે ખેતીવાડી અધિકારી સુરેશ કણજારીયા એ સૌને માહિતગાર કર્યા
પેટા વિભાગ કચેરી રાજપીપળા ખાતે એક દિવસીય તાલીમ કમ મિટિંગનું આયોજન જિલ્લા ખેતીવાડી અધિકારી ક્ષેત્રીય કર્મચારી દ્વારા કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તમામ ક્ષેત્રીય કર્મચારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમ આગામી ઋતુ દરમિયાન કરવાની થતી યોજનાકીય કામગીરીનું તથા આઇ ખેડુત પોર્ટલ હેઠળ કરવાની થતી યોજનાકિય કામગીરીઓ અંગે ક્ષેત્રીય કર્મચારીઓના પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં પ્રતિબંધિત ખેતી પાકો જેવા કે અફીણ, ચરસ, ગાંજો જેવા પાકોની ઓળખ તથા આવા પાકોનું વાવેતર થતું હોય તેવા વિસ્તારોમાં સંબંધિત વિભાગના પ્રતિનિધિને માહિતગાર કરવા માટે એચ આર પટેલ , એસ ઓ જી (પી એસ આઇ) દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તથા વિનય પટેલ મદદની સ્થિતિ નિયામક દ્વારા ખરીફ્ ઋતુના પાકોના આયોજનની માહિતી આપવામાં આવી . ડી કે સિનોરા, નાયબ ખેતી નિયામક (તાલીમ) દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે પછીની જે પેઢી પ્રાકૃતિક ખેતી નહીં કરે તો આવનારો સમયમાં ખૂબ જ ભયંકર રહેશે. તથા જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ દ્વારા નવા વર્ષની ખેતીવાડીની તમામ કામગીરી કરવા માટે કર્મચારીઓને આહવાન કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ યોજનાઓ જેવી કે, પી એમ કિસાન સન્માન નિધિ , ડિજિટલ ક્રોપ સર્વે , ખાતેદાર અકસ્માત વીમા યોજના વિશે ખેતીવાડી અધિકારી સુરેશ કણજારીયા એ સૌને માહિતગાર કર્યા હતા.


