ભરૂચ શહેરના પિૃમ વિસ્તારમાં રહેતી 65 વર્ષિય એક વૃદ્ધાને છેલ્લા કેટલાક સમયથી પેટમાં અસહ્ય દુઃખાવો થવાની સમસ્યા સર્જાઈ હતી. સામાન્ય દુખાવો હોવાની માની નાની-મોટી દવાઓ કરીને દુઃખાવો દુર કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ લાભ નહીં થતા આખરે ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર માટે ગયા હતા જયાં એન્ડોસ્કોપી કરાવતા મહિલાના પેટમાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયુ હતુ.
મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હોવાથી એક સપ્તાહ પહેલા તેઓને ભરૂચ સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ડો.કિરણ પટેલ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલમાં સોમવારે ડો.રશ્મિકાંત ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા મહિલાનું ઓપરેશન હાથ ધર્યુ હતુ. ભારે જહેમત બાદ તેમણે મહિલાના પેટમાંથી 25X20 સેમીની સાડા ચાર કિલોની પાણીની ગાંઠ શસ્ત્રક્રિયા કરી દુર કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ગાંઠના કારણે અસહ્ય વેદના વેઠી રહેલી વૃદ્ધાને ઓપરેશન બાદ દુઃખાવામાંથી રાહત મળી હતી તેમજ સીવીલ હોસ્પીટલમાં નિઃશુલ્ક ઉપચાર થતા વૃદ્ધા અને તેના પરીવારે હોસ્પિટલ તેમજ ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam


