- હાઈકોર્ટના સૂચન બાદ ભાવનગર RTO સફાળું જાગ્યું
- શહેર-જિલ્લામાં ચેકિંગ કરી ડ્રાઈવ કરીને ફટકાર્યા મેમા
- 20 જેટલા સ્કૂલ વાહનચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી
ભાવનગર જિલ્લામાં એક જ સપ્તાહમાં RTOઓએ 400 વાહનચાલકોને મેમા ફટકાર્યા છે.RTO દ્વારા શહેર અને જિલ્લામાં ચેકીંગ કરી ડ્રાઇવનું આયોજન કરી બાઇક ચાલકો સહિત 400 જેટલા વાહન ચાલકોને ફટકાર્યા છે મેમા.20 જેટલા બેજવાબદાર સ્કૂલ વાહનચાલકો વિરુદ્ધ પણ કરવામાં આવી છે કાર્યવાહી.RTO દ્વારા નિયમ ભંગ કરનારા ઉપર બોલાવવામાં આવેલી તવાઈને લઈ વાહનચાલકોમાં જોવા મળ્યો ફફડાટ.
અલગ રીતે કરવામાં આવી ડ્રાઈવ
ભાવનગર આરટીઓ દ્રારા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ વાહનચાલકોને દંડ કરવામાં આવ્યો છે,આ સ્પેશિયલ ડ્રાઈવમાં જે વાહનચાલક પાસે લાયસન્સ ના હોય,પીયુસી ના હોય તેવા તમામ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે,આરટીઓના નિયમ મૂજબનું પાલન ના થતું હોય તે તમામ લોકોને દંડ ફટકારી સજાગ કરવામાં આવ્યા હતા,ત્યારે આ ડ્રાઈવ કરીને આરટીઓને રૂપિયાની ઈનકમ પણ ઉભી થઈ હતી,આ ડ્રાઈવ શહેર અને હાઈવે વિસ્તારમાં કરવામાં આવી હતી.
વેનના સંચાલકોને પણ ફટકાર્યો દંડ
શાળામાં બાળકો વેનમાં આવતા હોય છે ત્યારે તે વાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને જે ડ્રાઈવરોએ આરટીઓની સૂચનાનું પાલન ના કર્યુ હોય તેની સામે દંડની કાર્યવાહી કરાઈ હતી,પુરપાટ ઝડપે ચલાવી નિર્દોષ લોકોનો જીવ લેતા વાહનચાલકો પણ બેફામ બન્યા છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને ટ્રાફિક મુદ્દે ટકોર કરવામાં આવી હતી જેને પગલે ભાવનગર આર.ટી.ઓ. પણ સફાળું જાગ્યું છે.
સવારથી ચાલતી હતી ડ્રાઈવ
આ ડ્રાઈવને લઈ વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો,તો 20થી વધુ વેન ચાલકોને આ ડ્રાઈવમાં દંડ ફટકારવામાં આવતા વેન ચાલકો દોડતા થઈ ગયા હતા,જે પણ વેનચાલકે આરટીઓના નિયમનું ઉલ્લંઘન કર્યુ હતુ તે તમામ લોકો સામે દંડ કરી નોટીસ પણ આપવામાં આવી હતી,જો બીજી વખતની ડ્રાઈવમાં આરટીઓ દ્રારા વેન ચાલકો નિયમનું પાલન કરતા નહી જણાય તો વાહન ડિટેઈન સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે.