ગોવા નાઇટ ક્લબમાં આગ બાદ ભુવનેશ્વરના નાઇટ ક્લબમાં પણ ભીષણ આગ લગવાની ઘટના સામે આવી છે. ભુવનેશ્વરના સત્ય વિહાર વિસ્તારમાં આવેલા એક નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે આખા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા. હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
અન્ય દુકાનમાં પણ લાગી આગ
ભુવનેશ્વરના સત્ય વિહાર વિસ્તારમાં 12 ડિસેમ્બર શુક્રવારે નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગ માંથી જોરદાર ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોકે આગ શેાના કારણે લાગી તેની હજુ જાણકારી નથી મળી. આગના કારણે નાઇટ ક્લબને જ નુકસાન નથી પહોંચ્યુ પરંતુ આસ પાસ સ્થિત એક ફર્નીચરની દુકાનમાં પણ જોરદાર આગ ફેલાઇ ગઇ. એ દુકાનમાં લાકડી અને સ્પોન્જને કારણે આગ દુકાનમાં વધુ ફેલાઇ. આગને કારણે મોટા પાયે નુકસાન થયુ છે.
આ ઘટનામાં કોઇ જાનહાનિ નહીં
નાઇટ ક્લબમાં આગની સૂચના મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે આગ એટલી ભયંકર રીતે લાગી છે કે આસપાસ વિસ્તારમાં વિઝબલિટી ધુમાડાને કારણે ઓછી થઇ ગઇ છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાના અહેવાલ સામે આવ્યા નથી.
ગોવા બાદ વધુ એક ક્લબમાં લાગી આગ
ગોવામાં આવેલા નાઇટ ક્લબમાં પણ થોડાંક દિવસ પહેલા આગ લાગી હતી. જેમાં 25 નિર્દોષોના જીવ ગયા હતા. આ ઘટના બાદ ઓડિશા ફાયર વિભાગ અને આપાતકાલીન સેવાઓએ 100થી વધારે રેસ્ટોરન્ટ અને અનેક બેસવાની જગ્યાઓ પર ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો. મહત્વનુ છે કે ગોવામાં લાગેલી આગ બાદ નાઇટ ક્લબના માલિક લૂથરા બ્રધર્સની ધરપકડ કરી લેવામાં આવી છે.


