- મોડી રાત્રે મળેલ કેબિનેટ બેઠકમાં નિર્ણય
- શેરડીની ખરીદીમાં 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો
- કેન્દ્રએ અંતરિક્ષમાં FDIને પણ મંજૂરી આપી દીધી
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં 8 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. આમ, શેરડીની ખરીદીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાત્રે આયોજિત કેબિનેટ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ અંતરિક્ષમાં FDIને પણ મંજૂરી આપી દીધી છે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરતાં જણાવ્યું હતું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. 2014 પહેલા ખેડૂતોને ખાતર મેળવવા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હતું. તે સમયે શેરડીના ભાવ વ્યાજબી ન હતા. પરંતુ મોદી સરકારે આ દિશામાં ઉત્તમ કામ કર્યું છે.


