- ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી
- વેબસાઈટ ઉપર યાદી જોઈ શકાશે
- જિલ્લા વાર કેટેગરી મુજબની યાદી જાહેર
વન રક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વન રક્ષકની ભરતીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, ઉમેદવારોની યાદી વેબસાઈટ ઉપર જોઈ શકાશે, વેબસાઈટ પર જિલ્લા વાર કેટેગરી મુજબની યાદી જાહેર કરવામાં આવી છે.
ગૌણ સેવાના સચિવને પત્ર લખી સૂચના આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વન રક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળે મહત્વનો નિર્ણય લીધો હતો અને પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. ગૌણ સેવાના સચિવને પત્ર લખી સૂચના આપવામાં આવી હતી. વન અને પર્યાવરણ વિભાગે ગૌણ સેવાના સચિવને સૂચના આપી હતી અને સાથે જ આ યાદી સિવાય પણ વધુ એક યાદી તૈયાર રાખવા સૂચના આપી હતી. વન વિભાગે વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા માટે સૂચના આપી હતી.
વન રક્ષકની ભરતીને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે વન રક્ષકની ભરતી અંગે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને તેમાં આ ભરતીને લઈ પાંચ મુદ્દાઓ વિશે લખવામાં આવ્યું હતું. GPSCની ભરતી પરીક્ષાના આધારે વન રક્ષકની ભરતી પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ વન રક્ષકની બેઠકો વધારવા, CBRT પદ્ધતિની પરીક્ષાA રદ કરવા, માર્ક જાહેર કરવા તથા ફિઝિકસ ટેસ્ટ સંદર્ભ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. ત્યારે આ સિવાય કોંગ્રેસે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોતાનું સમર્થન પણ આપ્યું હતું.
વન રક્ષક પરીક્ષાના ઉમેદવારોની ફરી અટકાયત
તમને જણાવી દઈએ કે ગઈકાલે વન રક્ષક પરીક્ષાના ઉમેદવારોની ફરી અટકાયત કરવામાં આવી હતી. સત્યાગ્રહ છાવણીમાં આંદોલન પર ઉમેદવારો બેઠા હતી અને સવારે અટકાયત કર્યા પછી પણ ઉમેદવારો ફરીથી એકઠા થયા હતા. ઉમેદવારોએ પરીક્ષાના માર્ક જાહેર કરવાના મુદ્દે આંદોલન કર્યુ હતુ અને ઉમેદવારોની માંગણી ભરતીની જગ્યા વધારવાની છે અને CBRT પરીક્ષા પદ્ધતિ રદ કરવાની માગ પણ છે.