By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નાના રાજ્ય મિઝોરમમાં પણ ભાજપને મોટી સફળતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

નાના રાજ્ય મિઝોરમમાં પણ ભાજપને મોટી સફળતા

agragujaratnews
Last updated: 2023/12/05 at 4:35 PM
2 years ago
Share
નાના રાજ્ય મિઝોરમમાં પણ ભાજપને મોટી સફળતા
SHARE

તેલંગાણામાં એમઆઈએમ કરતાંય એક બેઠક વધુ મેળવીને ભાજપે ત્રીજું સ્થાન મેળવ્યું છેઃ મિઝોરમમાં પણ ત્રીજે સ્થાને આવીને કોંગ્રેસને ચોથે સ્થાને ધકેલી છે

મિઝોરમમાં રવિવારે મતગણતરી થઈ નહોતી. રવિવારે ચર્ચમાં જવાનું હોય એટલે અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ રવિવારે કામ કરવા તૈયાર નહોતા. ના એવું નહીં, એ લોકો કામ કરવા કદાચ તૈયાર હતા, પણ બંને પ્રાદેશિક પક્ષો અને ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ રવિવારે મતગણતરી કેન્દ્ર નહીં, પણ ચર્ચમાં જવા માગતા હતા. આ નેતાઓની જ મૂળ તો માગણી હતી કે રવિવારે ચર્ચમાં જવાનું હોય તો મતગણતરી સોમવારે રાખો. ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી આ માગણી થઈ રહી હતી, પણ તેનો નિર્ણય લેવાયો છેક આ અઠવાડિયે. ચૂંટણી દરમિયાન તેનો નિર્ણય જાહેર થયો નહોતો. ચર્ચનું તુષ્ટિકરણ કરવામાં આવ્યું એવો આક્ષેપ વળી થાય તો!
ફાઈનલી તુષ્ટિકરણ તો કર્યું કે નહીં? પરંતુ એ બધી જગ્યાએ ચૂંટણીઓ પતી ગઈ પછી કરવામાં આવ્યું. એની વે, તુષ્ટિકરણ તો બધા પક્ષો કરવાના એટલે મૂળ પરિણામો અને તેના આંકડાંને જોઈએ. કેમ કે તે પણ રસપ્રદ છે અને બે રાષ્ટ્રીય પક્ષોમાં કેવો ફેર છે તે પણ વધુ એક વાર દેખાડે છે. તેલંગાણામાં ભલે કોંગ્રેસને સત્તા મળી, પણ ભાજપનો ત્યાં ગ્રોથ થયો છે અને ભવિષ્યનો પાયો નખાયો છે. મિઝોરમમાં ભલે ભાજપના સાથીદાર મિઝો નેશનલ ફ્રન્ટનો પરાજય થયો, પણ ભાજપનો પાયો નખાયો છે. મિઝોરમમાં એક નવા પ્રાદેશિક પક્ષનો ઉદય થયો છે એમ કહેવાન બદલે એમ કહેવું જોઈએ કે નાના નાના પક્ષો ભેગા મળીને લડે તો ભાજપ અને કોંગ્રેસ જેવા બંને રાષ્ટ્રીય પક્ષોને હરાવી શકાય તે મિઝોરમમાં દેખાયું. છ પક્ષોએ ભેગા મળીને ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ નામનો પક્ષ 2019થી શરૂ કર્યો હતો, તેને સારી બહુમતી સાથે સત્તા મળી ગઈ છે.
તેલંગાણામાં ભાજપને આઠ બેઠકો મળી છે. ગયા વખતે એક હતી તેની સામે સીધી સાત થઈ છે. મહારાષ્ટ્રની સરહદે આવેલા વિસ્તારોમાં તેનો વિસ્તાર થયો છે. તે દિશામાંથી આગળ વધતા વધતા તે હૈદરાબાદ સુધી પહોંચી શકે છે. મિઝોરમના પાંચ વખતના મુખ્ય પ્રધાન હારી ગયા તેના કરતાંય તેલંગાણાની એક બેઠકનું રિઝલ્ટ સૌથી વધારે રસપ્રદ છે. આ બેઠક એટલે કામારેડ્ડી. આ બેઠક પરથી વર્તમાન સીએમ ચંદ્રશેખર અને ભાવી સીએમ રેવંત રેડ્ડી બંને હારી ગયા. બબ્બે સીએમ દાવેદારને હરાવીને જાયન્ટ કિલર બન્યા ભાજપના વેંકટ રમન રેડ્ડી. તેલંગાણામાં ભાજપના મતોની ટકાવારી 14 ટકા જેટલી થઈ ગઈ છે. ગયા વખત કરતાં બમણી. બેઠકો એમઆઈએમની સાત બેઠકો કરતાંય વધી ગઈ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
મિઝોરમમાં પણ ભાજપને ત્રીજું સ્થાન મળ્યું છે. ભાજપને વધારે સંતોષ એટલા માટે થશે કે મુખ્ય હરિફ કોંગ્રેસને – કે જેને કદાચ મિઝોરમમાં સત્તા મળી જાય તેમ હતું તે કોંગ્રેસને ચોથા સ્થાને ધકેલી દીધી છે. ભાજપનો વોટ શેર અડધો થયો – ગયા વખતે 14.32 ટકા હતો તે ઘટીને 4.8 ટકા થયો, પણ બેઠકો બમણી થઈ. એકની જગ્યાએ બે બેઠકો થઈ છે. કોંગ્રેસના મતોની ટકાવારી 30.3 ટકા હતી, તેમાં 9.11 ટકાનો ઘટાડો થયો છે અને 21 ટકા જેટલી થઈ છે. વધારે નોંધપાત્ર બાબત એ છે કે 2013માં 44 ટકા મતો કોંગ્રેસના હતા. તેનાથી અડધા 10 વર્ષમાં થઈ ગયા. બેઠકો ગયા વખતે ચાર હતી તે ઘટીને માત્ર એક રહી ગઈ.
ભાજપની બેઠકો એક હતી તે બે થઈ. તેને બમણી જ કહેવી પડે. કોંગ્રેસની ચોથા ભાગની રહી ગઈ અને ચોથા સ્થાને જતો રહ્યો. સમય સંજોગો અનુસાર વચ્ચે વચ્ચે કોંગ્રેસને ક્યાંક સફળતા મળી જાય છે, પણ પોતાની સ્ટ્રેટેજી, નવું કશુંક કરવાની તૈયારી, વિપક્ષ તરીકેની ભૂમિકાથી મજબૂત થઈને જીતવાની તેની તૈયારી હજી ક્યાંય દેખાતી નથી એટલે ભાવી ભાજપનું જ સારું લાગે છે, જ્યારે કોંગ્રેસના ભવિષ્ય સામે પ્રશ્નનાર્થ ચિહ્ન.મિઝોરમમાં રવિવારે મતગણતરી થઈ નહોતી. રવિવારે ચર્ચમાં જવાનું હોય એટલે અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ રવિવારે કામ કરવા તૈયાર નહોતા. ના એવું નહીં, એ લોકો કામ કરવા કદાચ તૈયાર હતા, પણ બંને પ્રાદેશિક પક્ષો અને ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ રવિવારે મતગણતરી કેન્દ્ર નહીં, પણ ચર્ચમાં જવા માગતા હતા. આ નેતાઓની જ મૂળ તો માગણી હતી કે રવિવારે ચર્ચમાં જવાનું હોય તો મતગણતરી સોમવારે રાખો. ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી આ માગણી થઈ રહી હતી, પણ તેનો નિર્ણય લેવાયો છેક આ અઠવાડિયે. ચૂંટણી દરમિયાન તેનો નિર્ણય જાહેર થયો નહોતો. ચર્ચનું તુષ્ટિકરણ કરવામાં આવ્યું એવો આક્ષેપ વળી થાય તો!
ફાઈનલી તુષ્ટિકરણ તો કર્યું કે નહીં? પરંતુ એ બધી જગ્યાએ ચૂંટણીઓ પતી ગઈ પછી કરવામાં આવ્યું. એની વે, તુષ્ટિકરણ તો બધા પક્ષો કરવાના એટલે મૂળ પરિણામો અને તેના આંકડાંને જોઈએ. કેમ કે તે પણ રસપ્રદ છે અને બે રાષ્ટ્રીય પક્ષોમાં કેવો ફેર છે તે પણ વધુ એક વાર દેખાડે છે. તેલંગાણામાં ભલે કોંગ્રેસને સત્તા મળી, પણ ભાજપનો ત્યાં ગ્રોથ થયો છે અને ભવિષ્યનો પાયો નખાયો છે. મિઝોરમમાં ભલે ભાજપના સાથીદાર મિઝો નેશનલ ફ્રન્ટનો પરાજય થયો, પણ ભાજપનો પાયો નખાયો છે. મિઝોરમમાં એક નવા પ્રાદેશિક પક્ષનો ઉદય થયો છે એમ કહેવાન બદલે એમ કહેવું જોઈએ કે નાના નાના પક્ષો ભેગા મળીને લડે તો ભાજપ અને કોંગ્રેસ જેવા બંને રાષ્ટ્રીય પક્ષોને હરાવી શકાય તે મિઝોરમમાં દેખાયું. છ પક્ષોએ ભેગા મળીને ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ નામનો પક્ષ 2019થી શરૂ કર્યો હતો, તેને સારી બહુમતી સાથે સત્તા મળી ગઈ છે.
તેલંગાણામાં ભાજપને આઠ બેઠકો મળી છે. ગયા વખતે એક હતી તેની સામે સીધી સાત થઈ છે. મહારાષ્ટ્રની સરહદે આવેલા વિસ્તારોમાં તેનો વિસ્તાર થયો છે. તે દિશામાંથી આગળ વધતા વધતા તે હૈદરાબાદ સુધી પહોંચી શકે છે. મિઝોરમના પાંચ વખતના મુખ્ય પ્રધાન હારી ગયા તેના કરતાંય તેલંગાણાની એક બેઠકનું રિઝલ્ટ સૌથી વધારે રસપ્રદ છે. આ બેઠક એટલે કામારેડ્ડી. આ બેઠક પરથી વર્તમાન સીએમ ચંદ્રશેખર અને ભાવી સીએમ રેવંત રેડ્ડી બંને હારી ગયા. બબ્બે સીએમ દાવેદારને હરાવીને જાયન્ટ કિલર બન્યા ભાજપના વેંકટ રમન રેડ્ડી. તેલંગાણામાં ભાજપના મતોની ટકાવારી 14 ટકા જેટલી થઈ ગઈ છે. ગયા વખત કરતાં બમણી. બેઠકો એમઆઈએમની સાત બેઠકો કરતાંય વધી ગઈ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
મિઝોરમમાં પણ ભાજપને ત્રીજું સ્થાન મળ્યું છે. ભાજપને વધારે સંતોષ એટલા માટે થશે કે મુખ્ય હરિફ કોંગ્રેસને – કે જેને કદાચ મિઝોરમમાં સત્તા મળી જાય તેમ હતું તે કોંગ્રેસને ચોથા સ્થાને ધકેલી દીધી છે. ભાજપનો વોટ શેર અડધો થયો – ગયા વખતે 14.32 ટકા હતો તે ઘટીને 4.8 ટકા થયો, પણ બેઠકો બમણી થઈ. એકની જગ્યાએ બે બેઠકો થઈ છે. કોંગ્રેસના મતોની ટકાવારી 30.3 ટકા હતી, તેમાં 9.11 ટકાનો ઘટાડો થયો છે અને 21 ટકા જેટલી થઈ છે. વધારે નોંધપાત્ર બાબત એ છે કે 2013માં 44 ટકા મતો કોંગ્રેસના હતા. તેનાથી અડધા 10 વર્ષમાં થઈ ગયા. બેઠકો ગયા વખતે ચાર હતી તે ઘટીને માત્ર એક રહી ગઈ.
ભાજપની બેઠકો એક હતી તે બે થઈ. તેને બમણી જ કહેવી પડે. કોંગ્રેસની ચોથા ભાગની રહી ગઈ અને ચોથા સ્થાને જતો રહ્યો. સમય સંજોગો અનુસાર વચ્ચે વચ્ચે કોંગ્રેસને ક્યાંક સફળતા મળી જાય છે, પણ પોતાની સ્ટ્રેટેજી, નવું કશુંક કરવાની તૈયારી, વિપક્ષ તરીકેની ભૂમિકાથી મજબૂત થઈને જીતવાની તેની તૈયારી હજી ક્યાંય દેખાતી નથી એટલે ભાવી ભાજપનું જ સારું લાગે છે, જ્યારે કોંગ્રેસના ભવિષ્ય સામે પ્રશ્નનાર્થ ચિહ્ન.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 22 hours ago
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?