બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં આવેલા એક મોટા મ્યુઝિયમમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરોની ટોળકી ઇતિહાસ સાથે જોડાયેલી 600થી વધુ કલાત્મક બેશ કિંમતી વસ્તુઓ લઇને ફરાર થઇ ગયા છે.અહીં ધ્યાનમાં લેવાય તેવી વાત એ છે કે ચોરી થયેલી આ કલાત્મક વસ્તુઓમાં બ્રિટિશ ઔપનિવેશિક યુગ દરમિયાન ભારતની કલાત્મક વસ્તુઓ પણ સમાવેશ થાય છે. બ્રિટિશ ઔપનિવેશિક યુગ એટલે ઇતિહાસનો એ સમય જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું. ખાસ વાત એ પણ છે કે આ મહાચોરીને અંજામ આપનાર ચોરોની ટોળકી CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે.
સવારના 1 વાગ્યાની આસપાસ થઇ ચોરી
બ્રિટન પોલીસના જણાવ્યા અનુસાર મ્યુઝિયમના બ્રિટિશ સામ્રાજ્ય અને કોમનવેલ્થ કલેકશનમાંથી આ વસ્તુઓ 1 થી 2 વાગ્યાની વચ્ચે ચોરી થઈ હતી. કોમનવેલ્થ દેશો તે દેશો છે, જ્યાં ક્યારેય બ્રિટનનું શાસન હતું. પોલીસે ઘટનાસ્થળે દેખાયેલા ચાર સંદિગ્ધોના ધૂંધળા CCTV ફૂટેજ જાહેર કર્યા છે. બધા ચારેય પુરુષ છે અને ગોરા છે.
મ્યુઝિયમની ચોરીથી શહેરને મોટું નુકસાન
ન્યૂઝ એજન્સી PTI અનુસાર ચોરી થયેલી વસ્તુઓમાં હાથી દાંતથી બનેલા એક બુદ્ધની પ્રતિમા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક અધિકારીની કમરપટ્ટાની બકસુઆ સામેલ છે. એવન અને સમરસેટ પોલીસના ડિટેક્ટિવ કોન્ટેબલ ડેન બર્ગને કહ્યું, મહત્વપૂર્ણ સાંસ્કૃતિક મૂલ્ય રાખતી અનેક વસ્તુઓની આ ચોરી શહેર માટે મોટું નુકસાન છે. પોલીસે કહ્યું આ વસ્તુઓ, જેમાંથી ઘણી દાનમાં અપાઈ હતી, તે બ્રિટિશ ઇતિહાસની વારસા છે. અમે આશા રાખીએ છીએ કે જનતા આ પાછળ જવાબદાર લોકોને સજા અપાવવામાં અમારી મદદ કરશે. અત્યાર સુધી CCTV આધારિત પૂછપરછ ચાલી રહી છે. સાથે ફોરેન્સિક તપાસ અને પીડિતો (મ્યુઝિયમ સ્ટાફ) સાથેની વાતચીત પણ થઈ રહી છે.


