- દેશમાં ક્યાંક ઠંડી તો ક્યાંક હિટવેવ
- હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
- દિલ્હીમાં આજે સાંજે પડી શકે છે વરસાદ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. બુધવારે પણ દિલ્હીમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જો કે સાંજ સુધીમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
ભારતીય હવામાન વિભાગએ 3 થી 5 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પહાડોમાં કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઈ રહી છે. પર્વતીય વિસ્તારોમાં હવામાનમાં ફેરફારને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે.
બિહારમાં હીટવેવની આગાહી
બિહારમાં એપ્રિલના પહેલા અઠવાડિયાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજધાની પટના સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે. પટનામાં થોડા દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે. વધતી ગરમીના કારણે પટનાના લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. 10 એપ્રિલથી હીટવેવની શક્યતા છે.
વરસાદની સાથે હિમવર્ષાની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરબાદના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં સરેરાશ 3-5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
IMDએ કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશ માટે હીટવેવની ચેતવણી આપી છે. હીટવેવ 6 એપ્રિલ સુધી રહી શકે છે. તેમજ હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળના અલગ-અલગ વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.


