- બે પક્ષીનાં મોત, બેને બચાવી જીઆઇડીસી તળાવમાં મુક્ત કરાયા
- કેટલીક નામાંકીત કંપનીનું ઇરાદાપૂર્વકનું કૃત્ય હોવાની ચર્ચા
- કેટલીક નામાંકિત કંપનીનું પ્રદુષિત પાણી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા
આજરોજ અંકલેશ્વર ઓદ્યોગિક વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં પ્રદુષિત પાણી ભેગું થઇ તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં બે પક્ષીમાં મોત થયાં હતાં જ્યારે બે પક્ષીને બચાવી લઈ જીઆઈડીસી તળાવમાં મુક્ત કરાયાં હતાં.
ડેટોક્ષ કંપનીની પાછળ પ્રદુષિત પાણી મોટી માત્રામાં સંગ્રહ થયેલ હતું. જેની જીપીસીબી દ્વારા તપાસ થઇ રહી છે. જોકે કેટલીક નામાંકિત કંપનીનું પ્રદુષિત પાણી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. જે આધારે તે કંપનીઓ સામે સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જીપીસીબી દ્વારા પુરાવા ભેગા કરી કાર્યવાહી કરશે એવું કેહવામાં આવી રહ્યું છે. આ ભેગા થયેલ અને તળાવ સ્વરૂપે બનેલ પ્રદુષિત પાણીને જોઈ આકાશી પક્ષી જળ-કૂકડી(જંગલી બતક)નું ચાર સભ્યોનું ઝુંડ ઉતરી આવ્યા હતા. જ્યાં એક પક્ષી નું સ્થળ પર મરણ થયું હતું. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા, જીપીસીબી, અને ઓદ્યોગિક સમૂહોના પ્રતિનિધિઓ દ્વારા ફાયર વિભાગ ને બોલાવી અન્ય ત્રણ પક્ષીઓને બચાવી લીધા હતા. બાકીના ત્રણને જીઆઇડીસીના તળાવમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા જ્યાં અન્ય એકનું પણ મૃત્યુ થયું હતું. આમ માનવ કૃત્યુ ના કારણે બે મૂંગા પક્ષીઓનો ભોગ લેવાયો છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે વરસાદી ઋતુ પૂરું થયા બાદ પણઆ પ્રદુષિત પાણી ના નિકાલ કરવામાં આવી રહ્યો છે જેની વાંરવાર અમારા દ્વારા ફરીયાદો કરવામાં આવે છે. સ્થળ પર દેખાતા પુરાવા મુજબ કેટલીક નામાંકીત કમ્પનીનું આ ઇરાદાપૂર્વકનું કૃત્ય દેખાય રહ્યું છે.