- અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત
- જીપ-ટ્રકની ટક્કર, 7ના મોત, 12 ઘાયલ
- રતનપુર પોલીસ ચેકપોસ્ટ પાસે બની દુર્ઘટના
અરવલ્લીમાં એક ગોઝારા અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. રતનપુર પોલીસ ચેક પોસ્ટ પાસે જીપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી અને આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.
આજે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસેથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં રતનપુર પોલીસ ચેકપોસ્ટ પાસેના વિસ્તારમાં એક જીપ અને ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટના નોંધાઈ હતી. માહિતી પ્રમાણે આ જીપની બ્રેક ફેલ થઈ જતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જીપ ધડાકાભેર એક ટ્રક સાથે જઈ ને અથડાઈ હતી. આ ટક્કર અત્યતં જોરદાર હતી, જે ઘણાં લોકો માટે જીવલેણ પુરવાર થઈ હતી.
જીપની ટક્કરથી 7 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે કે આ ઉપરાંત અન્ય 12 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ 12 ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 7 લોકો માટે ટ્રક અને જીપની આ ટક્કર જીવલેણ પુરવાર થઈ હતી.
નોંધનીય છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં રોડ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેનાથી અનેક લોકો પ્રભાવિત પણ થયા છે. આ ટક્કરો માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે ઓવરસ્પીડિંગ, નશો કરીને વાહન ચલાવવું, ટેક્નિકલ ખરાબી અથવા પૂરતી જાણકારી ન હોવા છતાં વાહન ચલાવવું જેવા કારણો હોઈ શકે છે. ખાસ તો વાહન ચલાવવાના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ એ એક મુખ્ય કારણ છે. જેના લીધે ઘણાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે. આવા સમયે પોલીસતંત્ર દ્વારા ડ્રાઈવિંગના નિયમોનું સુપેરે પાલન થાયે તેવી કાળજી જો લેવામાં આવશે તો ઘણાં નિર્દોષોના જીવ બચાવી શકાય તે સંભવ છે.