- વિધાનસભાની ચૂંટણી વખતે બળવો કરી અપક્ષ લડ્યા હતા
- નાંદોદ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા
- 2022માં જિલ્લાના કારણે ડ્રોપ થયો હતો: હર્ષદ વસાવા
ભાજપના બળવાખોર નેતાઓની ઘરવાપસી થઇ છે. જેમાં આદિવાસી નેતા હર્ષદ વસાવા ભાજપમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણી વખતે બળવો કરી નાંદોદ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. ભાજપમાં પ્રવેશ પહેલા હર્ષદ વસાવાનું નિવેદન સામે આવ્યુ હતુ જેમાં જણાવ્યું હતુ કે સ્થાનિક કારણોસર ભાજપથી અલગ થયો હતો.
2022માં જિલ્લાના કારણે ડ્રોપ થયો હતો
હવે ફરીથી ભાજપમાં જોડાઇ રહ્યો છુ. 2012, 2017માં ડ્રોપ થયો હતો. 2022માં જિલ્લાના કારણે ડ્રોપ થયો હતો. હર્ષદ વસાવા ભાજપ ST મોરચા અધ્યક્ષ રહી ચૂક્યા છે તેઓ 1000 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઇની પણ ઘરવાપસી થઇ છે. તથા મહિલા નેતા ભારતીબેન તડવી પણ ઘરવાપસી કરશે. ભારતીબેન મહિલા બાળ આયોગના ડિરેક્ટર રહી ચૂક્યા છે.
ભાજપમાં હવે એક પછી એક ભરતી મેળા શરૂ થયા
ભાજપમાં હવે એક પછી એક ભરતી મેળા શરૂ થયા છે. લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં ભાજપે કમર કસવાનું શરૂ કર્યુ છે. કોંગ્રેસ, આપ અને પાર્ટીથી છૂટા પડેલા અન્ય કેટલાક મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે નર્મદા જિલ્લાના નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની ઘરવાપસી થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે જોરદાર તૈયારીઓ આરંભી દીધી છે.


