ભરૂચના લોકપ્રિય સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ વસાવાના નનામા લેટર મુદ્દે આકરા તેવર જોવા મળ્યા. મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદમાં નનામા લેટર અને નર્મદા જિલ્લામાં થતા ભ્રષ્ટાચાર અને તોડપાણીને રાજકીય પાર્ટીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નનામા લેટર મુદ્દે બોલતા કહ્યું કે અવારનવાર આ પ્રકારના પત્રો આવતા હોય છે. પરંતુ આ લેટર મને સંબોધીને લખાયો છે એટલે મારે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
મને ઉદેશની લખાયો નનામો લેટર
મનસુખ વસાવાએ કહ્યું કે મને સંબોધીને લખાયેલ આ નનામો લેટર અલગ-અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા છે. જેના બાદ મારા પર અનેક લોકોના ફોન આવવા લાગ્યા. એટલે હું તમારા માધ્યમથી આ લેટરની પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ થવી જોઈએ તેવી અપીલ કરું છું. આ લેટર સાથે જેનો પણ સંબંધ હોય આપ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી કે પછી ભાજપનો જ માણસ કેમ ના હોય કોઈને છોડવામાં આવશે નહી.
દર્શના બહેન અને મનસુખ વસાવા
સાંસદે નામ લીધા વગર આક્ષેપ કરતા ધારાસભ્ય અકળાયા હતા. મનસુખ વસાવાએ કહ્યું કે મને કોઈએ પત્ર લખી જાણ કરી હતી કે આપના નેતાઓ કેટલીક યોજનાઓમાં તોડ પાણી કરે છે. મને જે પત્ર મળ્યો હતો તેમાં કેટલાક પદાધિકારીઓને નામ હતા જે મેં મીડિયા ને જણાવ્યું હતું. ડોક્ટર દર્શનાબેનના ધરણા કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળશે. પક્ષમાં નારાજગી હોય તો સરકારમાં અને પક્ષમાં રજૂઆત કરવી જોઈએ. ધરણા પર બેસવાનો કાર્યક્રમ યોગ્ય નથી.
પત્રકાર પરિષદમાં કર્યો ખુલાસો
મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદ કરી હતી. જેમાં આપ નેતાઓ સાથે ભાજપના કેટલાક ચૂંટાયેલા નેતાઓ તોડ કરે છે તેવા આક્ષેપ કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે કેવડિયામાં બિલ્ડર લોબી અને રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે. કેવડિયામાં એક પ્રખ્યાત બિલ્ડરે કરોડો રૂપિયાની જમીન ખરીદી કરી. સાંસદ મનસુખ વસાવાએ કેવડિયા ટ્રાઈબલ મ્યુઝિયમ માં બે યુવકો ના મોતની ઘટનામાં અને ગરૂડેશ્વર બિલ્ડરો પાસે મોટો તોડ આપ અને બીજેપીના નેતાઓ કર્યો આક્ષેપ કર્યો હતો.
નર્મદામાં થતો ભ્રષ્ટાચાર અટકાવવો છે
નર્મદા જિલ્લામાં થતો આ ભ્રષ્ટાચાર અને તોડપાણી મારે અટકાવવા છે. એટલે જ હું મેદાનમાં આવ્યો છું. અગાઉ અનેક વખત મેં ઉગ્ર મુદ્દાઓ પર રજૂઆત કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. પક્ષમાં તમારી સાથે ઉઠતા બેસતા લોકો કયારેક બીજા સાથે મળી કાવતરા રચે છે. જિલ્લામાં ભ્રષ્ટાચાર વધ્યો છે. હું એકલો જ સવાલ ઉઠાવું છું. બીજા બધા મૌન રહી પોતાનું કામ પતાવી દે છે.
આ પણ વાંચો : Rajkot News: ભુકરાવી ગામની સીમમાં દીપડાનો આતંક, હીરાસર એરપોર્ટ પાસે કર્યું ગાયનું મારણ


