- લગ્નની વાત પર પ્રેમી ભરાયો ગુસ્સે
- વેલેન્ટાઈન દિવસોમાં પ્રેમ ભરખી ગયો
- આરોપી પોલીસ પકડની બહાર
તેલંગાણામા એક વિચિત્ર ઘટના સામે આવી છે,જેમા યુવતીના લગ્ન તેનો પરિવાર બીજે કરાવવા ઈચ્છતો હતો,તો બોયફેન્ડને આ બાબતની જાણ થતા,તેની પ્રેમિકાને જાહેરમા કુહાડીના ઘા મારી રહેસી નાખી,હત્યા બાદ બોયફ્રેન્ડ ફરાર,તો પોલીસે આરોપી બોયફ્રેન્ડને ઝડપવા અલગ-અલગ ટીમો બનાવી.
કુહાડી વડે હત્યા
તેલંગાણામાં બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડની કુહાડી વડે હત્યા કરી નાખી છે. આરોપી જુકાંતી શ્રીકાંત અને મૃતક યુવતી વચ્ચે પ્રેમ સંબધ સંબંધ હતા, તો યુવતીના પરિવારજનો તેના લગ્ન બીજે ગોઠવવાની વાત કરી રહ્યા હતા જે વાત પ્રેમીને ખબર પડી.જેના કારણે પ્રેમીએ ગુસ્સે થઈ પ્રેમિકાની કુહાડીના ઘા મારી કરી હત્યા.
બન્ને વચ્ચે બોલાચાલી
તો લગ્નની વાતને લઈ પ્રેમિ અને પ્રેમિકા વચ્ચે રસ્તામા બોલાચાલી થઈ હતી,તો પ્રેમિ પ્રેમિકાની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો,પ્રેમિની એક જ જીદ હતી કે,તેની પ્રેમિકા કોઈ બીજા જોડે નહી પણ તેની સાથે જ લગ્ન કરે,આ વાતને લઈ પ્રેમીનો ગુસ્સો સાતમાં આસમાંને પહોચ્યો,અને તેની પાસે રહેલી કુહાડીથી પ્રેમિકાની કરી હત્યા,તો પ્રેમિએ જયારે હત્યા કરી,ત્યારે પ્રેમિકાની બહેન પણ તેની સાથે હતી,અને તે પણ ઈજાગ્રસ્ત થઈ છે.
પોલીસ આરોપીને શોધી રહી છે
કેસની તપાસ કરી રહેલી પોલીસનુ કહેવુ છે કે,આરોપીઓને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. તે જલ્દી પકડાઈ જશે. આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસનુ એ પણ કહેવુ છે કે,બંન્ને રિલેશનશિપમાં હતા.


