- બાંગ્લાદેશમાં તાજેતરમાં અનામતના વિરોધમાં પ્રદર્શન અને મોત પછી સરકાર જાગી
- બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ કટ્ટર છાત્ર સંગઠન અને બીજા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો
- સરકાર વિરોધી ગતિવિધિ કરતા જૂથ, પ્રવૃત્તિઓ, સંગઠન તમામ પર સરકારની નજર
બાંગ્લાદેશ સરકારે બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશ ઈસ્લામી છાત્ર શિબિર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગૃહ મંત્રાલયના જાહેર સુરક્ષા વિભાગ તરફથી આજે એટલે કે પહેલી ઓગસ્ટથી બાંગ્લાદેશની આઝાદીનો વિરોધ કરનાર જૂથ પર પ્રતિબંધ લગાવવાનું નોટિફિકેશન જાહેર કરાયું છે. સરકારે આ પગલું બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમને લઈ દેશભરમાં થયેલા હિંસક પ્રદર્શન પછી ઉઠાવ્યો છે. આ કટ્ટરપંથી પાર્ટી પર વિરોધ પ્રદર્શ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 150 લોકોનાં મોત થયા હતા.
અગાઉ વડાપ્રધાન શેખ હસીનાએ તેમના સત્તાવાર નિવાસસ્થાન ગણ ભવનમાં 14 પક્ષોની બેઠક યોજી હતી. તે બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. સોમવારે સાંજે, સર્વાનુમતે જમાત અને વિદ્યાર્થી શિબિરો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 2013માં જમાત-એ-ઈસ્લામીનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. પાર્ટીના વિદ્યાર્થી સંગઠનનું નામ ઈસ્લામી છાત્ર શિબીર છે.
જમાતના ટોચના નેતાઓને ફાંસીની સજા આપવામાં આવી હતી
જમાતના ટોચના નેતાઓને 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન યુદ્ધ અપરાધો માટે મૃત્યુદંડની સજા પણ આપવામાં આવી છે. જમાતે પોતાનું રજીસ્ટ્રેશન રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ દાખલ કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગે 19 નવેમ્બર-2023ના રોજ જમાતની અપીલને ફગાવી દીધી હતી. પરિણામે, બાંગ્લાદેશના કાયદા મંત્રાલય દ્વારા જમાત-એ-ઇસ્લામી પર યુદ્ધ અપરાધો માટે પક્ષ તરીકે કેસ ચલાવવાનો કાયદો બનાવવામાં આવ્યો હતો.
વડાપ્રધાન શેખ હસીનાએ મોટી જાહેરાત કરી
બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે પ્રતિબંધ પછી જમાત-શિબિર અંડર ગ્રાઉન્ડ થઈ જશે અને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. તેની સાથે એક ઉગ્રવાદી જૂથના રૂપમાં કામ લેવાશે. આ સિવાય શિવિરને ફરીથી નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. ત્યાં પણ એક ઉગ્રવાદી સંગઠનના રૂપમાં આપણે સૌએ તેનાથી લડવાનું અને લોકોની રક્ષા કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
શેખ હસીનાએ એવું પણ કહ્યું કે, બાંગ્લાદેશની ધરતી પર ઉગ્રવાદીઓ માટે કોઈ આશ્રય નથી. આ માટે તમામે સાવધાન રહેવું જોઈએ. દેશવાસીઓ પાસેથી સહયોગ માગ્યો. વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે તે જાણે છે વારંવાર ઈજા લાગશે, પરંતુ તેઓ આની કોઈ દરકાર નથી લેતી. ઈશ્વરે જીવન આપ્યું છે એક દિવસ તે આને છીનવી પણ લેશે. પરંતુ જયાં લોકો માટે કલ્યાણનું કામ હશે તે કલ્યાણનું કામ તેના દ્વારા કરાશે.
વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું કે શોકનો મહિના એક ઓગસ્ટથી રક્તદાન કાર્યક્રમની સાથે શરૂ થઈ ગયો છે. તમામ સંગઠનોના નેતાઓને આ શોકના મહિનામાં શોક જ નહિ પરંતુ લોકો માટે કામ કરવું જોઈએ. લોકોની સાથે ઊભા રહેવું જોઈએ. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાએ દેશ માટે કામ કર્યું છે તેને કફન સિવાય બીજું કશું નહોતું લીધું.


