- 75 વર્ષના કિંગ ચાર્લ્સના કેન્સરના સમાચારથી પરિવાર ચિંતામાં
- પરિવારમાં જોવા મળી છે વિવિધ પ્રકારના કેન્સરની હિસ્ટ્રી
- ઉત્તરાધિકારના ક્રમમાં પ્રિન્સ વિલિયમ રાજગાદીના મોટા દાવેદાર હશે
બ્રેટનના રાજા ચાર્લ્સ 3ને કેન્સર થયું છે. આ જાણકારી બકિંઘમ પેલેસે જાહેર કરી છે. આ સમચાર આવ્યા બાદ તેમના સમર્થકો પણ ચર્ચામાં છે. સામે આવેલા નિવેદનમાં હાલમાં સ્પષ્ટ નથી કે કિંગ ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર થયું છે. થોડા દિવસ પહેલા તેમના પ્રોસ્ટેટનું ઓપરેશન થયું હતું પણ તેનાથી એમ કહી શકાય નહીં તે તેમને પ્રોસ્ટેટ કેન્સર જ છે. આ ધ્યાન આપવાની વાત છે કે કિંગ ચાર્લ્સના નાના, રાજા જોર્જ 4ને પણ કેન્સર હતું અને તેમનું નિધન 1952માં લંગ કેન્સરના કારણે થયું હતું.
કિંગ ચાર્લ્સને થયું કેન્સર
બકિંઘમ પેલેસે નિવેદનમાં કહ્યું કે રાજા ચાર્લ્સ 3ને હાલમાં એક પ્રકારના કેન્સર હોવાની માહિતિ સામે આવી છે. હાલમાં તેની સારવાર માટે ડોક્ટર્સની સલાહ લેવામાં આવી રહી છે. કિંગ ચાર્લ્સના કેન્સરના સમાચારથી દુનિયાભરના લોકો ચિંતિત છે. અનેક લોકો તેમની ઝડપી રિકવરીની પ્રાર્થના કરી રહ્યા છે. કિંગ ચાર્લ્સ 75 વર્ષના છે અને કેન્સરથી પીડિત હોવું તેમના સ્વાસ્થ્ય અને બ્રિટનના શાહી પરિવાર માટે ચિંતાનો વિષય છે.
ડોક્ટર્સ પાસે લેવાઈ રહી છે સલાહ
હજુ સુધી સ્પષ્ટ નથી કે કિંગ ચાર્લ્સની સારવાર કેવી રીતે કરવામાં આવશે. ડોક્ટરની સલાહના આધારે તેમની સર્જરી, કિમોથેરાપી કે પછી રેડિએશન થેરાપીની મદદથી સારવાર કરાશે. જરૂર પડશે તો તેમની સર્જરી પણ કરાશે. તેમના કેન્સરના સમાચાર સામે આવ્યા બાદ શાહી પરિવાર સહિત બ્રિટનના તમામ લોકો અને તેમના ફેન્સ હેરાન છે. તેમના સારા સ્વાસ્થ્યને માટે કામના કરી રહ્યા છે.
ગયા વર્ષે બન્યા હતા બ્રિટનના રાજા
કિંગ ચાર્લ્સ ગયા વર્ષે બ્રિટનના રાજા બન્યા હતા. તેમની પહેલા તેમની માતા ક્વીન એલિઝાબેથ દ્વિતિય બ્રિટેનની મહારાણી હતી. તેમના નિધન બાદ પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા બનાવવામાં આવ્યા હતા. હવે તેમના કેન્સરની જાણકારી સામે આવ્યા બાદ રાજ પરિવારમાં ફરીથી ઉત્તરાધિકારીની ચર્ચા શરૂ થઈ છે. કિંગ ચાર્લ્સને કંઈ થશે તો તેમના ઉત્તરાધિકારના ક્રમમાં પ્રિન્સ વિલિયમ રાજગાદીના મોટા દાવેદાર હશે અને તે રાજા બની શકે છે.


