- ડ્રોનની હિલચાલ પર નજર રાખી હતી બીએસએફ ટુકડીએ
- અમૃતસર પોલીસ સાથે મળીને ડ્રોનનું સર્ચ ઓપરેશન કર્યુ
- BSF ડ્રોન અને હેરોઈનનું એક પેકેટ પકડી પાડ્યુ હતુ
11મી ફેબ્રુઆરીના રોજ ફરજ પરના બીએસએફના જવાનોએ અમૃતસર જિલ્લામાં સરહદ પર એક શંકાસ્પદ ડ્રોનની હિલચાલને અટકાવી હતી. ડ્રોનની હિલચાલ પર નજર રાખીને BSF ટુકડીઓએ અમૃતસર પોલીસ સાથે મળીને સંભવિત ડ્રોપિંગ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
BSF અને પંજાબ પોલીસને સફળતા મળી
આ ડ્રોનની શોધ દરમિયાન BSF અને પંજાબ પોલીસે સફળતાપૂર્વક 1 ડ્રોન અને હેરોઈનનું 1 પેકેટ (કુલ વજન 500 ગ્રામ) રિકવર કર્યુ હતું. એક પારદર્શક પેકેટ ટેપથી વીંટાળેલું હતું અને તેની સાથે મેટલનો હૂક જોડાયેલ હતો. આ ડ્રોનને અમૃતસર જિલ્લાના અવાન બસૌ ગામને અડીને આવેલા ખેતરમાંથી મળી આવ્યું હતું. બીએસએફ પંજાબ ફ્રન્ટિયરને પ્રાપ્ત થયેલ ડ્રોન ક્વાડકોપ્ટર (મોડલ – DJI Mavic 3 ક્લાસિક, મેડ ઇન ચાઇના) છે.
આતંકી હુમલાને લઇને અગાઉ રાજૈરીમાં સર્ચ ઓપરેશન થયુ
રાજૌરી જિલ્લાના ડેરા કી ગલી જંગલ વિસ્તારમાં ગઈકાલથી સુરક્ષાકર્મીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, જ્યાં ગુરુવારે સાંજે થયેલા આતંકવાદી હુમલામાં સેનાના ચાર જવાનો શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તેઓની હાલ આર્મી બેઝ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આતંકી હુમલાને લઇને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગાઢ જંગલો
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગાઢ જંગલો કથા હેલિકોપ્ટર દ્વારા આકાશી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે આતંકવાદીઓએ રાજૌરીના થાનામંડીમાં સૈનિકોને લઈ જઈ રહેલા સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, 21 ડિસેમ્બરે બપોરે લગભગ 3.45 વાગે સૈનિકોને લઈને સૈન્યના બે વાહનો ઓપરેશનલ સ્થળ તરફ જઈ રહ્યા હતા, જેના પર આતંકવાદીએ ગોળીબાર કર્યો. તો સામે જવાનો દ્વારા તરત જ ફાયરિંગનો જવાબ અપાયો હતો.


