- ઓવરટેક કરવાને લઈ ડમ્પર ચાલકોનો હુમલો
- ડમ્પર ચાલકને રોકતા અન્ય લોકોને બોલાવી કર્યો હુમલો
- 20 થી 25 માણસો એ લાકડી અને હોકીથી કર્યો હુમલો
નડિયાદ શહેરમાં ડમ્પર ચાલકોની દાદાગીરી ખૂબ વધી ગઇ છે. જેમાં સંદેશ ટીવીના પત્રકાર પર હુમલો કર્યો છે. તેમાં ઓવરટેક કરવાને લઈ ડમ્પર ચાલકોએ હુમલો કર્યો હતો. ડમ્પર ચાલકને રોકતા અન્ય લોકોને બોલાવી હુમલો કર્યો છે. તેમાં 20 થી 25 માણસોએ લાકડી અને હોકીથી હુમલો કર્યો છે.
નડિયાદ જલક નહેર પાસે આ બનાવ બન્યો
નડિયાદ જલક નહેર પાસે આ બનાવ બન્યો છે. તેમજ 100 નંબર પર કોલ કરવા છતાં પોલીસે ફોન ના ઉપાડયા તે ચોંકાવનારી બાબત છે. અગાઉ પણ ડમ્પર ચાલકોએ ઘણા અકસ્માત કર્યા છે. તેમના પર કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી સ્થાનિકોમાં પણ આક્રોષ ફેલાયો છે. અગાઉ ખેડા તરફના જુના હાઈવે પર રતનપુર અનમોલ હોટલ નજીક બાઈક ઉભુ રાખી પતિની ઉડી ગયેલી ટોપી લેવા ગયેલી મહિલાનું ડમ્પરે ટક્કર મારતા માથા પર તોતીંગ ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
કડક કાર્યવાહી ના થતા ડમ્પર ચાલકો બેફામ બન્યા
બીજા કિસ્સામાં ખેડા ચોકડી પાસે એક માટીના ડમ્પર એકાએક ડમ્પર રિર્વસ લેતા પાછળ ઉભી રહેલ એસટી બસને ટક્કર મારતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. બસ ડ્રાયવર દ્વારા સતત હોર્ન મારવા છતાં પણ ડમ્પર ચાલક રોકાયો ન હતો અને બસના આગળના ભાગે ટક્કર મારતા બસમાં બેઠેલા પેસેન્જરે પણ થોડીવાર માટે ગભરાઈ ગયા હતા. બસને નુકશાન થતા બસના ડ્રાઇવરે બસને રોડ ઉપર જ ઉભી કરી હતી અને ડમ્પર ચાલક ભાગી ગયો હતો. આ પ્રકારના ઘણા બનાવો બનતા રહે છે અને કડક કાર્યવાહી ના થતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.


