- બાઇકચાલક એક વ્યક્તિનું અકસ્માતમાં મોત
- ગાંધીનગરના 55 વર્ષીય એક ઇસમનું મોત
- અન્ય ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઘાયલ
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો ભોગ લીધો છે. આ ઘટના અરવલ્લીના ભિળોડામાં ગંભીરપૂરા ખાતે બની છે. જેમાં રાત્રે અરવલ્લીમાં અમદાવાદના તથ્ય ની માફક જ થઇ હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર છે.
આ અંગેની માહિતી અનુસાર, અરવલ્લીમાં ભિલોડાના ગંભીરપુરા પાસે રાત્રે ઘટના બની હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. બે બાઈક પર બેઠેલા ચાર લોકો પર કાર ચડાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. ભિલોડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે.
અકસ્માતમાં ગાંધીનગરના 55 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે. ભિલોડા પોલીસે રાત્રિ દરમિયાન બનેલ અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડમાં પણ અકસ્માત
આ તરફ વલસાડમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. ઘટનાને પગલે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે વલસાડના બગવાડા હાઇવે પર વિચિત્ર અકસ્માત થયો છે. બ્રિજના લોખંડની સાઈડ એંગલ કારમાં ઘુસી જતા કાર ચાલકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયુ છે. ભારે જેમહત બાદ કાર ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ખતરનાક થયો હતો કે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.