- ગંભીર રીતે ઘાયલ બે જવાનોને વડોદરા ખસેડાયા
- ટ્રેનિંગમાંથી પરત ફરતા નડ્યો હતો અકસ્માત
- સ્થાનિક પોલીસ અધિકારી ઘટના સ્થળે
રાજ્યમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં SRP જવાનોને લઈને જતી બસ અચાનક પલટી ગઈ હતી. જો કે પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ ગાડીમાં સવાર 45 જેટલાં SRPના જવાનો ઘાયલ થયા છે.
આ અંગેની માહિતી અનુસાર, પંચમહાલમાં SRP જવાનોની ગાડી પલટી છે. જેમાં હાલોલ ના ભીખાપુરા પાસે અકસ્માત નડ્યો છે. આ ગાડીમાં 45 જેટલાં SRPના જવાનો ઘાયલ થયા છે. તેમજ ગંભીર રીતે ઘાયલ બે જવાનોને વધુ સારવાર માટે ખસેડાયા છે. આ ઉપરાંત હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાની વિગતો સામે આવી છે.
તેમજ પંચમહાલમાં SRP ના જવાનો ટ્રેનિંગમાંથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઈમરજન્સી 108 ની સેવા પણ તાત્કાલિક ઈજાગ્રસ્તોને ખસેડવા માટે અકસ્માત સ્થળે પહોંચી છે.
અકસ્માતમાં બે જવાનોને વધુ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. તમામ SRP જવાનો ફાયર બટ થી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો. તેમજ તમામ ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સાથે જ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.