By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    53 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: છમ્મા મને વડુ: હવે સુરત ડાયમન્ડ બુર્સ પણ દારૂબંધી મુકિત માંગશે !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

છમ્મા મને વડુ: હવે સુરત ડાયમન્ડ બુર્સ પણ દારૂબંધી મુકિત માંગશે !

agragujaratnews
Last updated: 2023/12/25 at 7:22 PM
1 year ago
Share
છમ્મા મને વડુ: હવે સુરત ડાયમન્ડ બુર્સ પણ દારૂબંધી મુકિત માંગશે !
SHARE

વિશ્વના ૧૭૪ દેશો સાથે હિરાનો વેપાર કરતી ડાયમંડ બિઝનેશ લોબીએ પણ લોબીંગ શરૂ કર્યુ !

જે લોકો પ૦થી વધુ વય વટાવી ગયા હશે તેમણે બાળપણમાં એક વાર્તા સાંભળી હશે. જેમાં રાત્રે મા ઘરમાં વડા બનાવે છે.  સંતાનો સુઇ ગયા હોય છે. પણ વડાની સુગંધથી જાગી જઇને એક પછી એક બાળક જાગીને છમ્મા મને વડુ. એમ કહી વડુ આપે છે. મા એક પછી એક સંતાનોને વડા ખવડાવતી જાય છે.  ગુજરાતમાં ગીફટ સિટીમાં દારૂબંધીની છુટનો કિસ્સો તેની યાદ અપાવે છે. ગીફટી સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં દારૂબંધીમા છુટ માટે હિલચાલ શરૂ થયાનું જાણમાં આવ્યુ છે. ભવિષ્યમાં કંડલા ફ્રિ ટ્રેડ ઝોન અને ગુજરાતના મહાબંદોરોમાંથી આવી માગણી ઉઠે તો નવાઇ નહિ.

૧૭મી ડિસેમ્બરે પી.એમ. મોદીએ સુરતના ઇન્ટરનેશનલ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યુ. આ ડાયમંડ બુર્સ થકી સુરતના હિરા ઉદ્યોગનો વેપાર વર્ષે બે લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક છે.વડાપ્રધાને સાથે સાથે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરયુ હતું. સુરતના હિરા ઉદ્યોગપતિઓ ઓલરેડી વિશ્વના ૧૭૪ દેશો સાથે હિરા વેપાર કરે છે. સુરતમાં હિરા ઉદ્યોગ થકી પ્રત્યક્ષ રીતે પોણા બે લાખ લોકોને રોજગારી મળે છે. સુરતના હિરા ઉદ્યોગ વેપારમાં સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગ સાહસિકોનો હાથ છે. તમે લવજીભાઇ બાદશાહ જેવા અનેક નામી અનામીઓને યાદ કરી શકો. ધોળકિયા બંધુઓને અને અન્યોના કારણે  સુરતના હિરા ઉદ્યોગનું એકસટેન્શન અમરેલી અને ભાવનગર સુધી નાના પાયે હિરા ઘસાઇ ક્ષેત્રમાં ખાસ  થયુ છે. આ હિરા ઉદ્યોગને હવે વૈશ્વિક વ્યાપારમાં અવરોધરૂપ દારૂબંધીમાંથી મુકિત જોઇએ છે. આ માટે ઉદ્યોગ વર્તુળોમાંથી લોબીંગ શરૂ થયુ છે.

ખાસ કરીને ગાંધીનગરના ગીફટ સિટીને ગુજરાત સરકારે વાઇબ્રન્ટ પૂર્વે જ નશાબંધીમાંના કાયદામાંથી મુકિત આપી બરાબર એ જ તર્જ ઉપર સુરતના નવા ડાયમંડ બુર્સને મુકિત આપવાની માગણી થઇ રહી છે. ગુજરાતની હવામાં જ બિઝનેશ છે. હવે વેપાર ઉદ્યોગને આ હવામાં માત્ર વધુ સફળતાનો નશો જોઇએ છે. આપબળે આગળ આવેલા વેપાર ઉદ્યોગ વર્તુળમાંથી વિશ્વમાં હરેલા ફરેલાં સફળ બિઝનેશમેનોને ગુજરાતની દારૂબંધી સાંપ્રત વૈશ્વિક પ્રવાહોમાં ઇરરિલેવન્ટ લાગે છે. મતલબ કે અવ્યહવારૂ ,અપ્રસ્તુત લાગે છે. તેમની પાસે તેમના પોઇન્ટ છે. ગુજરાત પાસે હિરા ઉદ્યોગ છે. જે વૈશ્વિક છે. ક્રુડ અને પેટ્રોકેમિકલ છે જે વૈશ્વિક છે. ગુજરાત પાસે ઇજનેરી ઉદ્યોગ છે એ વૈશ્વિક છે. ગુજરાત પાસે ફાર્માસ્યુટિકલ બિઝનેશ છે જે વૈશ્વિક છે. ગુજરાત પાસે સિમેન્ટ બિઝનેશ છે જે વૈશ્વિક છે. સરેરાશ ગુજરાતી બિઝનેશનો થોડો વિકાસ થાય એટલે દેશ વિદેશની સફર શરૂ કરે છે. જેમાંથી કેટલાક ધાર્મિક રીતે અને વ્યહવારની રીતે ચુસ્ત રહે છે એ ધંધાર્થીઓ ચુસ્ત વેજ અને વ્યસનમુકત રહે છે. બહુમતી વર્ગ જૈસા દેશ વૈસા વેશની ફિલોસોફીમાં માને છે.

આવા વર્ગને ગીફટ સિટીમાં ગુજરાત સરકારે દારૂબંધીમાંથી છુટ આપી એટલે ફયુચર સારૂ દેખાય છે. તેમને દારૂબંધી વધુ સોફટ થશે એવી આશા જાગી છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ કેસ ટુ કેસ ગીફટ સિટી જેવી વિચારણા કરવા મમરો મૂકયો છે.

ગીફટ સિટીમાં દારૂબંધી દૂર થશે તો સરકાર દારૂબંધીની બાબતમાં સોફટ સ્ટેટ થશે એવો માહોલ બની રહયો છે. જો સુરત ડાયમંડ બુર્સ દારૂબંધીમાંથી સતાવાર મુકિત માંગશે અને તેને મળશે તો ભવિષ્યમાં કંડલા ફ્રિ ટ્રેડ ઝોન ,કંડલા પોર્ટ જે ઇન્ટરનેશનલ બિઝનેશ કલ્ચર ધરાવે છે ત્યાં પણ આવી માગણી થવાની શકયતા નકારી શકાય નહિ.

ગુજરાતની સ્થાપના બાદ ૬3 વર્ષે ગુજરાતમાં ફરી એક વખત ગુજરાતની દારૂબંધીનો મુદો ચર્ચાના એરણ ઉપર આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ તેમના સતાકાળમાં જ ગુજરાતમા દારૂબંધી હટાવવાની તરફેણમાં હતાં. તેમનો રાજપાટ ઝાઝો ચાલ્યો નહી. અન્યથા તેઓ આ દારૂબંધી હટાવી દેત. ગઇ કાલે તેમણે દારૂબંધી હટાવવાની વાત કરી તેમા એક બાબત મેરીટ વાળી છે. ગુજરાતમાં દારૂબંધી અંગે દંભ છે. હકિકતમાં ગુજરાતની શેરી અને ગલીએ દારૂ મળે છે. ભ્રષ્ટાચારનું ઘર દારૂબંધી છે. સરકાર દ્વિધામાં છે. આ બધી હિલચાલ ઉપરથી કહિ શકાય કે સ્ટેટ પાવરફુલ છે. પોલીટીકલ વીલ અને બિઝનેશમેન અને ઈન્ડ્રસ્ટ્રિયલ  લોબીની વીલની જુગલબંધી આગળ વધશે તો ગુજરાત સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહયો છે. ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો,ટુરિઝમ અને બિઝનેશ લોબી આગળ કરી દારૂબંધી મુકત કરવા ન કરે તો હળવી કરવા તો મુદા આગળ ધરશે જ. નયા ગુજરાત માટે આંતરપ્રવાહો તેજ થઇ રહયા છે. જેનો વિરોધ સ્વાભાવિક છે. પરંતુ બિટવીન ધ લાઇન્સ કહે છે કે ગુજરાતની જનતાએ અને સરકારોએ નૈતિકતાના ઓઠા હેઠળ જાજમ નીચે અત્યાર સુધી છુપાવી રાખેલો એક મુદો હવે નિર્ણાયક મોડ ઉપર આવ્યો છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
આંતરરાષ્ટ્રીય

Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ
WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
TNPL 2025: 'અમ્પાયર સાથે દલીલ,ગ્લોવ્ઝ ફેંક્યા અને બેટ માર્યું…',અશ્વિનને મળી આ સજા
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?