ભારતીય ક્રિકેટ ટીમના કિંગ એટલે કે વિરાટ કોહલી અને વિશ્વ ક્રિકેટના સિક્સર કિંગ એટલે કે યુવરાજ વચ્ચેના સંબંધોમાં કોઈ તિરાડ પડી ગઈ છે? વિરાટ અને યુવરાજ વચ્ચે કંઈ ચાલી રહ્યું નથી? આ દાવો યુવરાજ સિંહની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ કરવામાં આવી રહ્યો છે.
ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેને વિરાટ કોહલીને ટેગ ન કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે.
વિરાટ કોહલી માટે ન કરી વાત
ભારતીય ટીમ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં અપરાજિત રહી અને ટાઈટલ જીત્યું. છેલ્લા 10 મહિનામાં બીજી વખત, ટીમ ઈન્ડિયાએ ICC ટુર્નામેન્ટમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો. ટીમ ઈન્ડિયાની આ જીતથી ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ખૂબ ખુશ હતા. બધાએ ટીમ ઈન્ડિયાના દરેક સભ્યની પ્રશંસા કરી. વિરાટ માટે એક અલગ જ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ યુવરાજે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં અન્ય ખેલાડીઓની પ્રશંસા કરી હતી પરંતુ વિરાટનો ઉલ્લેખ કર્યો ન હતો. આ પછી, બંને વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા.
યુવરાજ સિંહે કહી આ વાત
સિક્સર કિંગ તરીકે પ્રખ્યાત યુવરાજ સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “કેટલી શાનદાર ફાઈનલ મેચ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે પાછી ફરી છે. ‘હિટમેન’ રોહિત શર્મા દ્વારા શાનદાર કેપ્ટનશીપ, જેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમને એક સારા લીડરની જેમ સંભાળી. જ્યારે ICC ટુર્નામેન્ટની વાત આવે છે, ત્યારે રોહિત એક અલગ જ લયમાં છે.”
યંગ પાજીએ વધુમાં કહ્યું કે જ્યારે ટીમ દબાણમાં હતી ત્યારે શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ જવાબદારી લીધી હતી. રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાનો સ્પિન જાદુ બતાવ્યો. મોહમ્મદ શમીએ પણ સાતત્ય બતાવ્યું, પરંતુ ન્યુઝીલેન્ડનું નસીબ ફરી એકવાર ખરાબ રહ્યું.
વિરાટ કોહલીનો ન કર્યો ઉલ્લેખ
યુવીએ પોતાની પોસ્ટમાં વિરાટનો ઉલ્લેખ કર્યો નથી કે તેને પોતાની પોસ્ટમાં ટેગ કર્યો નથી, જ્યારે સિક્સર કિંગે રોહિત શર્મા, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને મોહમ્મદ શમીને ટેગ કર્યા નથી. ત્યારથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા છે.


